Banaskantha News: બનાસકાંંઠા(Banaskantha)ના પાલનપુર(Palanpur)માં એક ડઝનથી વધુ યુવાનોના હૃદયરોગ(Heart Attack)ના હુમલાથી મોત થયા હોવાનું સામે આવ્યું છે. પાલનપુરમાં 20 વર્ષનો યુવાન કોલેજમાં અભ્યાસ કરતા યુવકને હૃદયરોગનો હુમલો આવતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તબીબે યુવકને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો છે.
પાલનપુરમાં ટાકરવાડા ગામનો 20 વર્ષનો યુવાન નિકુલ પાલનપુરની જી ડી મોદી કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. યુવક સવારે અભ્યાસ માટે કોલેજ ગયો હતો. પરંતુ તેને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતાં બેભાન થઈ ગયો હતો. નિકુલ બેભાન થતાં તેના સહવિદ્યાર્થીઓએ તરત જ કોલેજમાં સાહેબોને જાણ કરી હતી. કોલેજ પ્રશાસને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ લઈ ગયા હતા.
તપાસમાં તબીબે 20 વર્ષીય નિકુલને મૃત જાહેર કર્યો. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જણાવ્યું કે યુવાનનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું છે. ખડેડિયા કોલેજમાં નિકુલ બેહોશ થઈ ગયા બાદ, વિદ્યાર્થીઓએ તેને હોસ્પિટલ લઈ જતી વખતે તેના પરિવારના સભ્યોને પણ આ વિશે જાણ કરી. પરંતુ નિકુલનો પરિવાર હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો. હોસ્પિટલ પહોંચ્યા પછી જ્યારે પરિવારને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ ભાંગી પડ્યા હતા.
અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર, હાર્ટ એટેકનો ભોગ બનેલા દર 5માંથી 1 વ્યક્તિ પાંચ વર્ષમાં બીજી વખત હોસ્પિટલમાં દાખલ થાય છે. 2022ના ડેટા અનુસાર ભારતમાં દર વર્ષે 32,457 લોકોને હાર્ટ એટેક આવે છે. હાર્ટ સ્પેશિયાલિસ્ટના જણાવ્યા અનુસાર એકવાર હાર્ટ એટેક આવે તો તે વિસ્તારમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે જેના કારણે હૃદયના સ્નાયુઓને નુકસાન થાય છે. આ કારણોસર હાર્ટ એટેકનું જોખમ ફરી વધી જાય છે. તેથી, ફરીથી હાર્ટ એટેકનું જોખમ નથી તેવા નિવેદનમાં કોઈ સત્ય નથી.
આ પણ વાંચો:સુરતના વાવમાં પરીક્ષા દરમિયાન ઉમેદવારનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ
આ પણ વાંચો:અમદાવાદના વેપારીનું ક્રિકેટ રમતાં-રમતાં હૃદયરોગના હુમલાથી મોત
