World News/ 1 અબજ ડોલર અને સુંદર છોકરી આપો’, યુગાન્ડાના સેના પ્રમુખની તુર્કીને ધમકી

Ugandaના સેના પ્રમુખ મુહુઝી કૈનેરુગાબાએ તુર્કી પાસે 1 અબજ ડોલર અને લગ્ન માટે સુંદર કન્યાની માંગણી કરી છે. માંગ પૂરી ન થવા પર તુર્કીનું દૂતાવાસ બંધ કરવાની ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે.

Top Stories World
Ugandaના સેના પ્રમુખની તુર્કી પાસે વિચિત્ર માંગણી

International News Summary: આફ્રિકન દેશ યુગાન્ડાના (Uganda)સેના પ્રમુખ જનરલ મુહુઝી કૈનેરુગાબાએ તુર્કી પાસે બે અત્યંત વિચિત્ર માંગણીઓ મૂકીને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ સર્જ્યો છે. તેમણે તુર્કી પાસે 1 અબજ ડોલર (આશરે 8500 કરોડ રૂપિયા) અને લગ્ન માટે તુર્કીની સૌથી સુંદર છોકરીની માંગ કરી છે. આટલું જ નહીં, તેમણે ધમકી આપી છે કે જો 30 દિવસમાં આ માંગણીઓ પૂરી નહીં થાય તો યુગાન્ડામાં તુર્કીનું દૂતાવાસ બંધ કરી દેવામાં આવશે.

જનરલ કૈનેરુગાબાએ આ માંગણીઓ પાછળનું કારણ જણાવતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, યુગાન્ડા છેલ્લા 20 વર્ષથી સોમાલિયામાં આતંકી સંગઠન અલ-શબાબ સામે લડી રહ્યું છે અને સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યું છે. જ્યારે તુર્કીએ ત્યાં રસ્તાઓ અને બંદરો બનાવીને અબજોની કમાણી કરી છે. તેથી, તુર્કીએ આ ‘સુરક્ષાના બદલામાં’ યુગાન્ડાને પૈસા આપવા જોઈએ.

Uganda ના સેનપ્રમુખની અજીબોગરીબ લગ્નની માંગ

1 અબજ ડોલરની સાથે જનરલે લખ્યું કે તેમને તુર્કીની સૌથી સુંદર છોકરી સાથે લગ્ન કરવા છે. જોકે આ નિવેદન મજાકમાં હોય તેમ લાગે છે, પરંતુ એક જવાબદાર હોદ્દા પર હોવા છતાં આવા નિવેદનને કારણે વૈશ્વિક સ્તરે તેમની ભારે ટીકા થઈ રહી છે.

30 દિવસનું અલ્ટીમેટમ અને એરલાઈન્સ પર પ્રતિબંધ

તેમણે ચેતવણી આપી છે કે જો તુર્કી 30 દિવસમાં માંગણીઓ નહીં સ્વીકારે તો તુર્કીની એરલાઈન્સને યુગાન્ડાના (Uganda) હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવા દેવામાં આવશે નહીં. સાથે જ યુગાન્ડાના (Uganda) નાગરિકોને તુર્કી ન જવાની સલાહ પણ આપી છે.

કોણ છે જનરલ મુહુઝી કૈનેરુગાબા?

મુહુઝી માત્ર યુગાન્ડાના સેના પ્રમુખ જ નથી, પરંતુ તેઓ ત્યાંના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીના પુત્ર પણ છે. તેમને ભવિષ્યના રાષ્ટ્રપતિ માનવામાં આવે છે. તેઓ સોશિયલ મીડિયા પર પોતાના વિવાદાસ્પદ અને વિચિત્ર નિવેદનો માટે જાણીતા છે.


આ પણ વાંચો :    અમેરિકા અને ઈરાન વચ્ચેની 21 કલાકની મંત્રણા નિષ્ફળ, હોર્મુઝ અને પરમાણુ શરતો પર પેંચ ફસાયો