Geopolitical Update Summary: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સિંગાપોરે હોર્મુઝની સામુદ્રધુની મામલે ઈરાન (Iran) ને જડબાતોડ જવાબ આપ્યો છે. સિંગાપોરના ભારતવંશી વિદેશ મંત્રી વિવિયન બાલક્રિષ્નને સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝમાંથી પસાર થવું એ આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ દરેકનો અધિકાર છે, કોઈ દેશનો ‘વિશેષાધિકાર’ નથી. સિંગાપોરે ઈરાન સાથે સુરક્ષિત માર્ગ માટે કોઈ પણ પ્રકારની સમજૂતી કે ટોલ ટેક્સ આપવાનો ઇનકાર કરી દીધો છે.
સિંગાપોરના વિદેશ મંત્રીની Iranને કડક ચેતવણી:
ઈરાન (Iran) દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર થઈ રહેલા હુમલા અને ટોલ વસૂલવાની જીદ પર સિંગાપોરે લાલ આંખ કરી છે:
વિવિયન બાલક્રિષ્નને સંસદમાં જણાવ્યું કે આવા જળમાર્ગો પરથી પસાર થવા માટે કોઈની વિનંતી કરવી પડે કે લાયસન્સ લેવું પડે તેવું નથી. આ અધિકાર UNCLOS (સમુદ્રના કાયદા પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલન) માં નોંધાયેલ છે.
સિંગાપોરે ઈરાન સાથે કોઈ પણ સોદાબાજી કરવાનો ઇનકાર કર્યો છે. જો સિંગાપોર હોર્મુઝ માટે નમતું જોખે, તો ભવિષ્યમાં મલક્કા અને સિંગાપોર સ્ટ્રેટ જેવા મહત્વના જળમાર્ગો પર પણ આંતરરાષ્ટ્રીય કાયદા નબળા પડી શકે છે.
Singapore’s Foreign Minister Vivian Balakrishnan in Parliament (7 April 2026):
“We will not negotiate with Iran, nor will we pay any toll for safe passage through the Strait of Hormuz.
The right of transit passage is a legal right under the United Nations Convention on the Law of… pic.twitter.com/lwYNlKRC7u— سيف الدرعي| Saif alderei (@saif_aldareei) April 12, 2026
સિંગાપોર સ્ટ્રેટ કેમ હોર્મુઝ કરતા પણ વધુ મહત્વનું છે?
સિંગાપોર સ્ટ્રેટ ઈરાન માટે પણ લાઇફલાઇન સમાન છે, જેનો ઉપયોગ સિંગાપોર ઈરાન પર નકેલ કસવા માટે કરી શકે છે:
હોર્મુઝમાંથી દરરોજ 20.9 મિલિયન બેરલ તેલ પસાર થાય છે, જ્યારે સિંગાપોર સ્ટ્રેટમાંથી 23.2 મિલિયન બેરલ તેલ પસાર થાય છે.
ઈરાન તેના કુલ તેલ નિકાસનો 90% હિસ્સો ચીનને વેચે છે, જે સિંગાપોર સ્ટ્રેટમાંથી જ પસાર થાય છે. જો સિંગાપોર આ માર્ગ બ્લોક કરે તો ઈરાન (Iran) નું અર્થતંત્ર પડી ભાંગે.
હોર્મુઝ 32-33 કિમી પહોળો છે, જ્યારે સિંગાપોર સ્ટ્રેટ માત્ર 3.7 કિમી પહોળો છે, જેને બ્લોક કરવો અત્યંત સરળ છે.
ભારત સાથે વિવિયન બાલક્રિષ્નનું કનેક્શન
સિંગાપોરના વિદેશ મંત્રી ડૉ. વિવિયન બાલક્રિષ્ન ભારતીય મૂળના છે. તેમના પિતા જી.ડી. બાલક્રિષ્ન તમિલ-ભારતીય હતા, જેઓ તમિલનાડુથી સિંગાપોર સ્થાયી થયા હતા. તેમની માતા ચીની મૂળના છે, તેથી તેમને ઘણીવાર ‘ચિનડિયન’ પણ કહેવામાં આવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાની (Iran) બંદરોની ઘેરાબંદીની જાહેરાત બાદ સિંગાપોરનું આ કડક વલણ ઈરાન (Iran) માટે મોટી મુસીબત સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : ઈરાને સાઉદીની લાઈફલાઈન કાપી! યાનબુ બંદર પર મિસાઈલ એટેક


