World News/ ઈરાને સાઉદીની લાઈફલાઈન કાપી! યાનબુ બંદર પર મિસાઈલ એટેક

ઈરાન યુદ્ધમાં Saudi Arabia ને મોટું નુકસાન થયું છે. ઈરાને સાઉદીની ઈસ્ટ-વેસ્ટ ઓઈલ પાઈપલાઈન અને યાનબુ બંદર પર હુમલો કરીને ઓઈલ સપ્લાય ઠપ્પ કરી દીધો છે. સીઝફાયર છતાં તેલના ભાવમાં મોટી તેજી આવવાની શક્યતા છે.

Top Stories World
Saudi Arabia

Iran-Saudi Conflict Update: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પના સીઝફાયર બાદ ભલે થંભી ગયું હોય, પરંતુ તેનાથી થયેલા નુકસાનના પડઘા વર્ષો સુધી સંભળાશે. ઈરાને યુદ્ધ દરમિયાન માત્ર હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) બંધ કરીને વૈશ્વિક સપ્લાય અટકાવ્યો એટલું જ નહીં, પણ હવે સામે આવેલા અહેવાલો મુજબ સાઉદી અરેબિયાની લાઈફલાઈન ગણાતી ઈસ્ટ-વેસ્ટ ઓઈલ પાઈપલાઈનને પણ નિશાન બનાવીને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

શું છે Saudi Arabiaનો ‘બીજો રસ્તો’?

ઈરાન સાથેના તણાવને જોતા સાઉદી અરેબિયાએ (Saudi Arabia) હોર્મુઝ સ્ટ્રેટ પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માટે ‘ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન’ બનાવી હતી.

આ પાઈપલાઈન દ્વારા સાઉદી અરેબિયા (Saudi Arabia) હોર્મુઝને બાયપાસ કરીને પોતાનું તેલ યાનબુ બંદર (Yanbu Port) સુધી પહોંચાડે છે અને ત્યાંથી રાતા સમુદ્ર (Red Sea) મારફતે દુનિયાભરમાં મોકલે છે.

આ પાઈપલાઈનની ક્ષમતા પ્રતિદિન લગભગ 70 લાખ બેરલ તેલ સપ્લાય કરવાની છે.

Saudi Arabia

ઈરાની હુમલામાં પાઈપલાઈન અને બંદર તબાહ

રોયટર્સના રિપોર્ટ મુજબ, ઈરાની સેના (IRGC) એ મિસાઈલો અને ડ્રોન દ્વારા સાઉદી અરેબિયાના (Saudi Arabia)અનેક તેલ મથકોને નિશાન બનાવ્યા હતા.

યાનબુ બંદર પર હુમલો: પાઈપલાઈનના મુખ્ય કેન્દ્ર એવા યાનબુ બંદર અને ત્યાં આવેલી અમેરિકન કંપનીઓના ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો છે.

સપ્લાય ખોરવાયો: છેલ્લા કેટલાક દિવસોથી Saudi Arabia ની આ પાઈપલાઈન તેની પૂરી ક્ષમતા (4.6 મિલિયન બેરલ પ્રતિદિન) થી કામ કરી રહી હતી, પરંતુ હવે હુમલાને કારણે સાઉદીના આ વૈકલ્પિક રસ્તા પર પણ પાણી ફરી વળ્યું છે.

Saudi Arabia

દુનિયા પર શું થશે અસર?

ભલે સીઝફાયર બાદ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા પર સહમતિ બની હોય, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે લાખો બેરલ તેલ હજુ પણ બજારથી બહાર રહેશે. હોર્મુઝ અને પાઈપલાઈન બંનેને થયેલા નુકસાનને કારણે સ્થિતિ સામાન્ય થવામાં મહિનાઓનો સમય લાગી શકે છે. આ વિરામ છતાં તેલના ભાવ આસમાનને આંબે તેવી પૂરેપૂરી શક્યતા છે.


આ પણ વાંચો :  ઈરાનમાં સ્થિતિ હજુ પણ ગંભીર? ભારત સરકારે ભારતીયોને તાત્કાલિક દેશ છોડવા કહ્યું

આ પણ વાંચો :  સીઝફાયર અંત નથી, આંગળી હજુ ટ્રિગર પર છે’, નેતન્યાહુએ ફરી યુદ્ધ શરૂ કરવાની ધમકી આપી

આ પણ વાંચો :  ઈરાન સાથે મળીને કામ કરીશું’, યુદ્ધવિરામ બાદ ટ્રમ્પની મોટી જાહેરાત