Israel-Lebanon Conflict: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ભલે યુદ્ધવિરામ થયો હોય, પરંતુ લેબેનોનની ધરતી અત્યારે લોહીથી લથપથ છે. ઈઝરાયેલ અત્યારે લેબેનોન પર ધડાધડ હુમલા કરી રહ્યું છે, જેમાં છેલ્લા 24 કલાકમાં જ 254 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ મામલે અમેરિકાએ પોતાના હાથ અધ્ધર કરી લીધા છે.
Lebanonમાં હોસ્પિટલો હાઉસફુલ, આરોગ્ય સેવાઓ ખોરવાઈ
લેબેનોનના (Lebanon) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા હચમચાવી દે તેવા છે:
મોતનો આંકડો: છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલી સૈન્ય કાર્યવાહીમાં 254 લોકોના મોત થયા છે અને 700થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ભયંકર સ્થિતિ: લેબેનોન (Lebanon)ની હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોની એટલી ભીડ છે કે હવે જગ્યા ખૂટી પડી છે. દેશની આરોગ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગવાની અણી પર છે.
અમેરિકાએ હાથ અધ્ધર કર્યા
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સ્પષ્ટ કર્યું છે કે લેબેનોન (Lebanon)ની સ્થિતિમાં અમેરિકા દખલ નહીં કરે.
સમજૂતીથી બહાર: અમેરિકાએ કહ્યું કે ઈરાન સાથે જે યુદ્ધવિરામની સમજૂતી થઈ છે, તેમાં લેબેનોનનો કોઈ ઉલ્લેખ નથી. લેબેનોનમાં (Lebanon) ઈઝરાયેલ જે સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે, તે આ સમજૂતીની મર્યાદાની બહાર છે.
ઈરાનની ધમકી: ‘અમે યુદ્ધમાં કૂદીશું’
ઈરાને આ મામલે ઈઝરાયેલ અને અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાની ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ:
જો ઈઝરાયેલ લેબેનોન પર હુમલા બંધ નહીં કરે, તો ઈરાન યુદ્ધવિરામની સમજૂતી તોડી શકે છે.
આ ધમકીથી સ્પષ્ટ સંકેત મળે છે કે આગામી દિવસોમાં આ જંગ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે અને ઈરાન સીધું જ આ યુદ્ધમાં જોડાઈ શકે છે.
આ પણ વાંચો : ઈરાને સાઉદીની લાઈફલાઈન કાપી! યાનબુ બંદર પર મિસાઈલ એટેક
આ પણ વાંચો : સીઝફાયર અંત નથી, આંગળી હજુ ટ્રિગર પર છે’, નેતન્યાહુએ ફરી યુદ્ધ શરૂ કરવાની ધમકી આપી
આ પણ વાંચો : ઈરાન સાથે મળીને કામ કરીશું’, યુદ્ધવિરામ બાદ ટ્રમ્પની મોટી જાહેરાત

