Today Special/ સેન્ટ વેલેન્ટાઇન સાથે સંકળાયેલો ‘વેલેન્ટાઇન ડે’… આ પ્રણય દિવસની આજે 14 ફેબ્રુઆરીએ ઉજવણી…

Valentine’s Day (વેલેન્ટાઇન ડે) પ્રેમ અને રોમાન્સના ઉત્સવના ભાગ રુપે ઉજવાય છે. આ દિવસે પ્રેમી-પ્રેમિકા, પતિ-પત્ની અને મિત્રો પણ પરસ્પર ફૂલ, ચોકલેટ,ગિફ્ટ્સ…

World Trending
Valentine's Day,સ્નેહ ,રોમાન્સ,ઉત્સવ

Today Special: પ્રણય દિવસ અથવા તો સેન્ટ વેલેન્ટાઇન પર્વ તરીકે ઓળખાતા ‘વેલેન્ટાઇન ડે’ (Valentine’s Day) ને સમગ્ર વિશ્વમાં 14 ફેબ્રુઆરી (14 February) ના રોજ મનાવવામાં આવે છે. આ વર્ષ 2026માં પણ પ્રેમમાં વિશ્વાસ કરનારા દુનિયાભરના લોકો એની ઉજવણી કરશે!

આ વિશેષ દિવસ સ્નેહ અને રોમાન્સ (Love & Romance)ના ઉત્સવના ભાગ રુપે ઉજવાય છે. આ ખાસ દિવસે પ્રેમી-પ્રેમિકા, પતિ-પત્ની અને મિત્રો પણ પરસ્પર ફૂલ, ચોકલેટ અને ગિફ્ટ્સ (Flowers, Chocolates, Gifts) ની આપ-લે કરે છે.

Valentine's Day,સ્નેહ ,રોમાન્સ,ઉત્સવ

આ ઉપરાંત, એકબીજાને કાર્ડ આપીને પ્રણયનો પ્રસ્તાવ (Propose) પણ મૂકે છે. 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ સાપ્તાહિક પર્વનો અંતિમ દિવસ એટલે વેલેન્ટાઇન ડે…! સંબંધોમાં મીઠાશ ઘોળવાનો આ ઉત્તમ અવસર છે.

આ દિવસની રોચક કહાણી અને ઇતિહાસ (Valentine’s Day History)

આ પર્વ ત્રીજી શતાબ્દીના રોમન સેન્ટ વેલેન્ટાઇન (Saint Valentine)ના સન્માનમાં મનાવવામાં આવે છે. એમણે પ્રેમ કરવાની ભાવનાને ઉત્તેજન આપ્યું હતુ જેના પરિણામ સ્વરુપે, રુઢિગત સંકીર્ણ વિચારો ધરાવતા સત્તાધીશો દ્વારા, 14 ફેબ્રુઆરીએ એમને ફાંસી આપવામાં આવી હતી!

વેલેન્ટાઇન દિવસને અનુલક્ષીને અનેક કહાણીઓ મશહૂર છે. એક માન્યતા મુજબ, સેન્ટ વેલેન્ટાઇન નામના એક પાદરી હતા જેમણે રાજાના આદેશની વિરુદ્ધ જઇને સિક્રેટ રીતે અનેક યુગલના લગ્ન (Marriage) કરાવ્યા હતા. રોમન સમ્રાટ ક્લોડિયસ દ્વિતિય (Roman Emperor Claudius II) નહોતો ઇચ્છતો કે કોઇ પણ યુવાન પુરુષ લગ્ન કરે કારણ કે, એને યુદ્ધ (War)માં મોકલી શકાય! એનું માનવું હતુ કે લગ્ન કરેલા પુરુષો ઉત્તમ યોદ્ધા નથી હોતા!!

Valentine's Day,સ્નેહ ,રોમાન્સ,ઉત્સવ

આથી જ એમને સજા ફરમાવવામાં આવી હતી. એવું મનાય છે કે, મરતા પહેલા જેલવાસ દરમિયાન એમણે પોતાના મિત્રને એક પત્ર પાઠવ્યો હતો જેમાં લખ્યું હતુ, ‘From Your Valentine….’

અહિંથી જ વેલેન્ટાઇન ડે મનાવવાની શરુઆત થઈ હતી.

વેલેન્ટાઇન ડેનો આખો સપ્તાહ (Valentine’s Week)

તારીખ પ્રમાણે જોઇએ તો આ આખું અઠવાડિયું અલગ-અલગ દિવસના રુપમાં મનાવાય છે જે ક્રમાનુસાર, આ મુજબ છે.

Valentine's Day,સ્નેહ ,રોમાન્સ,ઉત્સવ

7 ફેબ્રુઆરી- રોઝ ડે

8 ફેબ્રુઆરી- પ્રપોઝ ડે

9 ફેબ્રુઆરી- ચોકલેટ ડે

10 ફેબ્રુઆરી- ટેડી ડે

11 ફેબ્રુઆરી- પ્રોમિસ ડે

12 ફેબ્રુઆરી- હગ ડે

13 ફેબ્રુઆરી- કિસ ડે

14 ફેબ્રુઆરી- વેલેન્ટાઇન ડે

વેલેન્ટાઇન ડે ની શરુઆત કેવી રીતે થઇ?

પ્રાચીન રોમનો એક તહેવાર ‘લૂપર્કાલિયા’ (Lupercalia, Rome) એના મૂળમાં હોવાનું માનવામાં આવે છે. આ પર્વ ફેબ્રુઆરીના મધ્ય ભાગમાં અને વસંતના આગમન સાથે જોડાયેલો હોવાનું મનાય છે. પાછળથી પોપ ગેલૅસિયસ ફર્સ્ટ દ્વારા આ તહેવારને ખતમ કરીને એને સેન્ટ વેલેન્ટાઇન ડે ના સ્વરુપમાં ઉજવવાનું શરુ થયું. લગભગ 14 મી શતાબ્દીથી જ આ દિવસ રોમાન્સ અને પ્રેમ સાથે સંકળાયો હોવાનું માનવામાં આવે છે.

Valentine's Day,સ્નેહ ,રોમાન્સ,ઉત્સવ

સાંપ્રત યુગમાં વેલેન્ટાઇનનો અર્થ

આજે આ દિવસ ફક્ત કપલ્સ સુધી સીમિત નથી પણ દોસ્તો, પરિવાર અને પોતાના સ્વજનો માટે પ્રેમ દર્શાવવાનો એક ખૂબસૂરત તહેવાર બની ચૂક્યો છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે, સંબંધો (Relationship)માં પ્રેમ સાથે સન્માન પણ અત્યંત જરુરી છે!


આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!

આ પણ વાંચો: 

આ પણ વાંચો: ભારતમાં શાથી વધી રહ્યા છે કેન્સરના કેસ…જાણીએ શું છે એની પાછળના મુખ્ય 3 કારણો અને ‘વિશ્વ કેન્સર દિવસ’ 2026 ની મહત્તા…