Indian Coast Guard Day 2026: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે (Indian Coast Guard Day), જેને ICG ડે (ICG Day) તરીકે પણ મનાવવામાં આવે છે એ દર વર્ષે 1 ફેબ્રુઆરી (1 February)એ મનાવવામાં આવે છે. આ એક એવી સંસ્થાની ઉજવણીનો ખાસ દિન છે જે ભારતના સમુદ્ર તટોની રક્ષા કરે છે. દેશના દરિયાઇ ક્ષેત્રોમાં કાનૂનનો અમલ કરે છે. ભારત આ વર્ષ 2026માં એનો 49 મો ભારતીય તટરક્ષક દિવસ મનાવવા જઇ રહ્યો છે.
આ દિવસનો ઉદ્દેશ્ય ભારતીય કોસ્ટ ગાર્ડ દળના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપલબ્ધિઓને યાદ કરવાનો છે જે રક્ષા મંત્રાલય (Defence Ministry)નો એક મહત્વપૂર્ણ ભાગ છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ દળના ગઠન બાદ, ICG દ્વારા 10,000 થી પણ વધુ લોકોનો જીવ બચાવવામાં આવ્યો છે અને આશરે 14,000 વ્યક્તિઓની કાયદાના ભંગ બદલ ધરપકડ કરી છે.
ICG ડે (ICG Day) ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે નો ઇતિહાસ
ભારતીય તટરક્ષક દિવસની ઘોષણા ભારતીય સંસદ દ્વારા 18 ઓગષ્ટ, 1978 ના રોજ કરવામાં આવી હતી. એનું ગઠન 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ સમુદ્રી માર્ગે માલ-સામાનની તસ્કરી રોકવા માટે કરવામાં આવ્યું હતુ જે અવૈધ તસ્કરી ભારતની અર્થવ્યવસ્થા માટે સદાથી અંતરાય બનતી આવી છે.
વર્ષ 1977 માં ફક્ત 7 જહાજો સાથે આની સ્થાપના કરવામાં આવેલી અને હાલ વર્તમાનમાં એમાં 78 વિમાન અને 158 જહાજો સામેલ છે!!

ભારતીય તટરક્ષક દિવસનું મહત્વ
આઈસીજી દિવસ દેશ માટે જરુરી છે કારણ કે, આ દેશના તટવર્તી જળમાર્ગોની સુરક્ષામાં તટરક્ષક બળ ના યોગદાનનું સન્માન કરે છે. આ દિવસ દેશની સમુદ્રી માર્ગો (Sea Routes) ની અખંડિતતા જાળવી રાખવામાં અને રાષ્ટ્રીય સુરક્ષાને ઉત્તેજન આપવામાં કોસ્ટ ગાર્ડ ફોર્સની મહત્વપૂર્ણ ભૂમિકાની સ્મૃતિ જગાવે છે!
આનુ મુખ્ય કર્તવ્ય દેશના તટીય વિસ્તારોની સુરક્ષા કરવી અને અવૈધ ગતિવિધિઓને રોકવી એ છે. સમુદ્રી નાવિકો અને માછીમારોની મદદ અને સુરક્ષા પણ આ ગાર્ડ્સ કરે છે.
ભારતના નવ રાજ્યો અને બે સહયોગી ક્ષેત્રો ભારતીય તટ થી જોડાયેલા છે અને એ રાજ્યો છે, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ….ઉપરાંત, દમણ અને દીવ તથા પુડુચેરી પણ સામેલ છે.
ICGનું મુખ્ય સૂત્ર છે…
‘વયં રક્ષામ્’
ICG ના મુખ્યાલય
ઉત્તર-પશ્ચિમ કમાન્ડ- ગાંધીનગર
પશ્ચિમ કમાન્ડ- મુંબઇ
પૂર્વીય કમાન્ડ- ચેન્નાઇ
ઉત્તર પૂર્વીય કમાન્ડ- કોલકતા
આંદામાન અને નિકોબાર કમાન્ડ- પોર્ટ બ્લેર

દુનિયાના તટરક્ષક દળોમાં ચોથા નંબરનું સૌથી મોટું દળ
દેશના નિયંત્રક એવં મહાલેખા પરિક્ષકના જણાવ્યા અનુસાર, ICG વિભાગ દુનિયાના તટરક્ષક દળોમાં ચોથા નંબરનું સૌથી મોટું દળ છે.
આ દિવસની ઉજવણીમાં પરેડ, એથલેટિક પ્રતિયોગિતાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો (Parades, Athletic competitions, Cultural events) ઉપરાંત સ્વયંસેવી કાર્યો સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો: “આપણે હવે રિફોર્મ એક્સપ્રેસ તરફ ચાલી રહ્યા છીએ…”, બજેટ પહેલા પીએમ મોદીનો મોટો સંકેત
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે નવા UGC નિયમ પર લગાવી રોક, આગામી સુનાવણી 19 માર્ચે થશે
આ પણ વાંચો: ગ્લોબલ વોર્મિંગનો કહેર! 2050 સુધીમાં ભારત બનશે ‘હોટ સ્પોટ’, ઓક્સફર્ડની સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
