Today Special/ શા માટે ઉજવાય છે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’? જળપ્લાવિત વિસ્તારોની જાળવણી અને માનવજગતને લાભ અંગેની વૈશ્વિક જાગૃતિ..!

World Wetlands Day (વિશ્વ વેટલેન્ડ્સ દિવસ) દુનિયાના જળપ્લાવિત વિસ્તારોનો માનવ સમુદાયો પર પ્રભાવ સમજવા ઉપરાંત એમનું સંરક્ષણ કરવાનો છે…2 ફેબ્રુઆરીએ…

Trending World
World Wetlands Day, વર્લ્ડ વેટલેન્ડ્સ ડે, આર્દ્રભૂમિ, જાગૃતિ

World Wetlands Day 2026: દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ ‘વિશ્વ વેટલેન્ડ્સ દિવસ’ (World Wetlands Day) વિશ્વસ્તરે ઉજવવામાં આવે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય જળપ્લાવિત ભૂમિનું મહત્વ સમજાવવું અને તેના સંરક્ષણ અંગે વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવાનો છે. આર્દ્ર અર્થાત્ ભીનું…આથી આ દિવસને ‘વિશ્વ આર્દ્રભૂમિ દિવસ’ પણ કહેવાય છે.

‘વિશ્વ વેટલેન્ડ્સ દિવસ’ (World Wetlands Day)ની 2 ફેબ્રુઆરીએ ઉજવણી

આ દિવસ ઉજવવા પાછળ, આખી દુનિયાના જળપ્લાવિત વિસ્તારોનો માનવ સમુદાયો પર પ્રભાવ અને સકારાત્મક અસરોને ઉજાગર કરવા ઉપરાંત, પ્રકૃતિ માતા (Environment)ને હાનિ પહોંચાડ્યા વિના લાભ મેળવવા માટે માનવ સમુદાયોને એકસાથે લાવવાની ભાવના છે. આ ઉપરાંત, તેમના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ સૌપ્રથમ વાર વર્ષ 1997 માં ઉજવવામાં આવ્યો હતો.

World Wetlands Day, વર્લ્ડ વેટલેન્ડ્સ ડે, આર્દ્રભૂમિ, જાગૃતિ

જળપ્લાવિત વિસ્તારો અર્થાત્ જેને ભેજવાળા ભીના મેદાનો પણ કહેવાય છે એ અંગે ડૉ. લુક હોફમેન (Dr. Luke Hoffman), એક અગ્રણી સ્વિસ પક્ષીશાસ્ત્રી, પ્રકૃતિ સંરક્ષણવાદી હતા જેઓ WWF  (વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ)ના સહ-સ્થાપકો પૈકીના એક છે. WWF ની સ્થાપના ઇ.સ. 1961માં કરવામાં આવી હતી. આ ઉપરાંત, વેટલેન્ડ્સના સંરક્ષણ માટે ‘રામસર કન્વેન્શન’ (Ramsar Convention)ની સ્થાપનામાં એમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમનો જન્મ સ્વિટ્ઝર્લેન્ડમાં થયો હતો અને પહેલેથી જ તેઓ પ્રકૃતિ સંરક્ષણ (Nature Conservation)માં ઊંડો રસ ધરાવતા હતા.

World Wetlands Day, વર્લ્ડ વેટલેન્ડ્સ ડે, આર્દ્રભૂમિ, જાગૃતિ

આર્દ્રભૂમિ અમૂલ્ય પ્રાકૃતિક સંસાધન

જળપ્લાવિત વિસ્તારો કુદરતી સંસાધનોના સ્વરુપમાં અત્યંત મૂલ્યવાન છે, કારણ કે, એ જળવાયુ પરિવર્તનને નિયંત્રિત (Climate Change Control) કરવામાં, જૈવ વિવિધતાને ઉત્તેજન આપવામાં અને પાણીના શુદ્ધિકરણનું કાર્ય કરે છે. ઇ.સ. 1971 માં રામસર સંમેલન દરમિયાન આ દિવસ ઉજવવાની શરુઆત થઇ હતીય આ દિવસ આપણને આર્દ્રભૂમિઓને પણ સંરક્ષણની જરુર છે અને એ પર્યાવરણ જાળવણીમાં એમની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે એની યાદ અપાવે છે.

શું હોય છે આ આર્દ્રભૂમિ?

આ એવા ક્ષેત્રો હોય છે જે જળથી પ્રભાવિત હોય છે જેમ કે, કાદવ, ઝરણા, નદીઓ, સરોવર અને મેન્ગ્રોવ વન (Mangrove) વગેરે…પાણીના શુદ્ધિકરણ (Water Purification) માટે, જળવાયુને નિયંત્રણમાં રાખવા માટે અને જૈવ વૈવિધ્યનું સંરક્ષણ (Biodiversity Conservation) કરવામાં આર્દ્રભૂમિની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

World Wetlands Day, વર્લ્ડ વેટલેન્ડ્સ ડે, આર્દ્રભૂમિ, જાગૃતિ

ભારતના મુખ્ય આર્દ્રભૂમિ ક્ષેત્રો

દેશના મુખ્ય આર્દ્રભૂમિ વિસ્તારોમાં તમિલનાડુનું કદલુર સરોવર, પૂણેના કાત્રજ, પાવના નદી તટ અને લોની કાળભોર તથા પશ્ચિમ બંગાળમાં આવેલ ભારતીય સુંદરવન (Sundervan) સામેલ છે. આ ક્ષેત્રો પર્યાવરણીય દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે અને અનેક પશુ-પક્ષીઓનું નિવાસસ્થાન છે.

શી રીતે સંરક્ષણ કરશો?

જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણ માટે આપણે અવૈધ જળ નિકાસ અને શહેરીકરણ (Urbanization)ને અટકાવવાની જરુર છે. ઉપલબ્ધ જળસ્ત્રોતના ઉચિત ઉપયોગ અને આર્દ્રભૂમિ ક્ષેત્રોને સ્વચ્છ રાખવા ઉપરાંત, એમના પુન:નિર્માણ પર ધ્યાન આપવું જોઇએ. પર્યાવરણ અંગેના નિયમોને સખ્તીથી લાગુ કરવાની જરુર છે.

ભારતનું કયું શહેર પ્રથમ વેટલેન્ડ સિટી બન્યું?

‘સીમાચિહ્નરૂપ શહેરી ટકાઉપણું અને પર્યાવરણીય સંરક્ષણ સિદ્ધિ’ બાબતે ભારતના ઇન્દોર અને ઉદયપુર (Indore & Udaypur) આ બે શહેરોને રામસર સંમેલન હેઠળ, દેશના પ્રથમ ‘વેટલેન્ડ માન્યતા પ્રાપ્ત શહેરો’ (Wetland Cities) તરીકે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઇ છે.

ભારતનો રામસર સ્થળોમાં વૈશ્વિક ક્રમ કયો છે?

દુનિયામાં યુનાઇટેડ કિંગડમ (U.K.) 176 રામસર સ્થળ સાથે પ્રથમ ક્રમે છે. ત્યાર બાદ, મેક્સિકો (Maxico) 144 સ્થળો સાથે બીજા નંબર પર છે અને ભારત (India) 94 રામસર સ્થળ સાથે ત્રીજા ક્રમે આવે છે. એશિયામાં ભારત આ બાબતે પ્રથમ સ્થાન ધરાવે છે!

World Wetlands Day, વર્લ્ડ વેટલેન્ડ્સ ડે, આર્દ્રભૂમિ, જાગૃતિ

ભારતમાં સૌથી મોટું વેટલેન્ડ સુંદરવન

ભારતનું સૌથી મોટું વેટલેન્ડ છે સુંદરવન…’સુંદરવન વેટલેન્ડ’ પણ વિશ્વના સૌથી મોટા મેન્ગ્રોવ વનનો એક ભાગ છે જે 4,23,000 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે! અને દેશનું સૌથી નાનું વેટલેન્ડ હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં આવેલું ‘રેણુકા વેટલેન્ડ’ છે જે કેવળ 20 હેક્ટરનો વિસ્તાર ધરાવે છે.

બલરામપુર ખાતે સોમવારે ઉજવણી થશે

‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ પર ભારત રત્ન નાનાજી દેશમુખની કર્મભૂમિ યુ.પી. ખાતે ઇમલિયા કોડરમાં બલરામપુર (Balrampur) ખાતે, સોમવારે અનેક કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે. પર્યાવરણ ચેતના અને સાંસ્કૃતિક સંવાદનું આ જીવંત કેન્દ્ર બનશે.

આ કાર્યક્રમમાં સ્થાનીય વેટલેન્ડ ભગવાનપુર જળાશયના વિકાસ પર ચર્ચા થશે અને સાથોસાથ, થારુ જનજાતિ (Tharu Janjati) ના સાંસ્કૃતિક વારસા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ થારુ સમુદાય પ્રકૃતિ સાથે અનેક સદીઓ જૂનો ઇતિહાસ ધરાવે છે અને એ જ આ આયોજનનું કેન્દ્રબિંદુ રહેશે. આ સંમેલનથી પરંપરાગત જીવનશૈલી આજના પર્યાવરણીય સંકટોનું સમાધાન શી રીતે બની શકે છે એ બાબત અંગે આજની યુવા પેઢીને સમજ અને માર્ગદર્શન મળશે.

World Wetlands Day, વર્લ્ડ વેટલેન્ડ્સ ડે, આર્દ્રભૂમિ, જાગૃતિ

ગુજરાતના વેટલેન્ડ્સ અને રામસર સાઇટ કઇ છે? 

દેશના કુલ 115 રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ ગુજરાતમાં આવેલા છે. કચ્છનું નાનું રણ, કચ્છનું મોટું રણ, નળ સરોવર, થોળ તળાવ (Small Rann of Kutch, Great Rann of Kutch, Nal Sarovar, Thol Lake), નાની કકરાડ, ખીજડિયા, વઢવાણા અને પરીએજ સહિત કુલ 8 રાષ્ટ્રીય મહત્ત્વની વેટલેન્ડ ગુજરાત (Gujarat)માં આવેલી છે. ભારતની કુલ 85 રામસર સાઇટ (Ramsar Site)માંથી 4 ગુજરાત પાસે છે. કુદરતી સંસાધનોના સંવર્ધનની દ્રષ્ટિએ, દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળનો 21 ટકા હિસ્સો ગુજરાતનો છે જે અન્ય રાજ્યો કરતા સૌથી વધારે છે. ગુજરાતના વેટલેન્ડ્સ 3.5 મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે, જે ગુજરાતના ભૌગોલિક વિસ્તારનો 17.8 ટકા કવર કરે છે. આ ઉપરાંત, ગુજરાતમાં 19 વેટલેન્ડ્સ છે જે મહત્ત્વપૂર્ણ પક્ષી અને જૈવ વૈવિધ્ય ધરાવતા વિસ્તારો તરીકે ઓળખાય છે.


આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!

આ પણ વાંચો: ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રા પર થશે ક્લાઇમેટ ચેન્જની અસર

આ પણ વાંચો: ગ્લોબલ વોર્મિંગનો કહેર! 2050 સુધીમાં ભારત બનશે ‘હોટ સ્પોટ’, ઓક્સફર્ડની સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો