Today Special/ ભારતમાં શાથી વધી રહ્યા છે કેન્સરના કેસ…જાણીએ શું છે એની પાછળના મુખ્ય 3 કારણો અને ‘વિશ્વ કેન્સર દિવસ’ 2026 ની મહત્તા…

World Cancer Day (વિશ્વ કેન્સર દિવસ) દર વર્ષની જેમ આ વર્ષે 4 ફેબ્રુઆરી, 2026 એ આખી દુનિયામાં મનાવાશે, જેનો ઉદ્દેશ આ જીવલેણ બીમારી પ્રત્યે જાગૃતિ…

Trending World
World Cancer Day, વિશ્વ કેન્સર દિવસ 2026 , મહત્ત્વ ,કારણો

World Cancer Day 2026: આપણે સૌ જાણીએ છીએ કે, કેન્સર (Cancer Disease) કેટલી ગંભીર બીમારી છે અને જો ધ્યાન આપવામાં ન આવે તો એ જીવલેણ પણ નીવડી શકે છે. દર વર્ષે 4 ફેબ્રુઆરીએ આખી દુનિયામાં ‘વિશ્વ કેન્સર દિવસ’ (World Cancer Day) મનાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ આ કર્કરોગ તરીકે જાણીતી જીવલેણ બીમારી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને એના બચાવ માટે નક્કર પગલાં ભરવાની જરુર છે. પરંતુ અનેક લોકોના મનમાં એવો સવાલ થાય છે કે આખરે આ રોગ પાછળનું મૂળ કારણ શું છે? તો ચાલો આ લેખમાં આજે એ વિશે સવિસ્તાર જાણીએ…

World Cancer Day, વિશ્વ કેન્સર દિવસ 2026 , મહત્ત્વ ,કારણો

4 ફેબ્રુઆરી ના દિવસે ‘વર્લ્ડ કેન્સર ડે’ 2026 (World Cancer Day 2026)

આ વર્ષે 4 ફેબ્રુઆરી, 2026ના રોજ દર વર્ષની જેમ આખી દુનિયામાં ‘વિશ્વ કેન્સર દિવસ’  મનાવવામાં આવશે, જેનો ઉદ્દેશ આ જીવલેણ બીમારી પ્રત્યે જાગૃતિ (Awareness) ફેલાવવાનો અને એના બચાવ માટે નક્કર પગલાં ભરવાની જરુર છે. આજે તો કેન્સર એક એવી જીવલેણ બીમારી (Lethal Disease) છે જેનું નામ સાંભળતા વાંત લોકો ડરી જાય છે! પરંતુ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, લોકો જાણ્યે-અજાણ્યે અમુક એવી ભૂલો કરી બેસો છો જેના પરિણામે શરીરમાં કેન્સરનું જોખમ વધી જાય છે!

દુનિયાના સૌથી વધુ ખતરનાક રોગો પૈકી કેન્સરનું નામ સાંભળીને જ ડરી જવાય છે! આની પાછળના કારણોમાં કેટલીક એવી ભ્રાંતિઓ છે જે કેન્સર સાથે જોડાયેલી છે, જેણે લોકોના મનમાં ભય પેદા કરેલો છે. છેલ્લા કેટલાય દાયકાઓમાં મેડિકલ સાયન્સે (Medical Science) કરેલી પ્રગતિ છતાં આ રોગ પકડમાં આવતા ઘણી વાર ખૂબ મોડું થઇ જાય છે, કેમ કે એના પ્રારંભિક લક્ષણોને લોકો નજરઅંદાજ કરી દે છે.

કેન્સર શું છે અને એના કેટલા પ્રકાર છે?

સામાન્યત: કેન્સરના 200થી વધુ પ્રકારો જોવા મળે છે, પરંતુ આમાંના કેટલાક કોમન પ્રકારના કેન્સર મોટાભાગના દર્દીઓમાં જોવા મળે છે. ચાલો જાણીએ કે કર્કરોગ અથવા કેન્સર એ શું છે?

આજે ‘વર્લ્ડ કેન્સર ડે 2026’ (World Cancer Day 2026)ના રોજ અમે તમને જણાવીશું કે, કેન્સર શું છે? મોટાભાગના લોકો એની ઉપેક્ષા કરે છે, પરંતુ સમયસર એને પારખી લેવાથી અને યોગ્ય ઉપચારથી તમે તમારો જીવ બચાવી શકો છો.

પ્રાપ્ત આંકડા અનુસાર, સામાન્ય રીતે ભારતમાં દર વર્ષે કેન્સરના 8 થી 10 લાખ નવા કેસ નોંધાય છે. 6 લાખ જેટલા લોકો કેન્સરને કારણે મોતને ભેટે છે. કેન્સરને સરળ શબ્દોમાં સમજાવીએ તો ‘કેન્સર એટલે શરીરના કોષોની અપ્રમાણસર વૃદ્ધિ’!

આપણા શરીરના દરેક અંગના કોષો નિયમિત રીતે કાર્ય કરે છે એ ઉપરાંત નિયમિતરૂપે કોષોના વિભાજન (Cell Division)ની પ્રક્રિયા અવિરતપણે થાય છે. આનું ઉદાહરણ જોઇએ તો, આપણા શરીરના કોઈ ભાગ પર ઘા પડે તો એ સ્થાને રહેલા કોષો નિયમિતપણે વિભાજીત થઈ એ ઘાને રૂઝ (Wound Healing) લાવવાનું કામ કરે છે. આ કોષવિભાજન પ્રક્રિયામાં જો કોઈ કોષમાં ખામી સર્જાય તો તે ખામીયુક્ત કોષનો નાશ થઇને તેના સ્થાને નવા ખામીરહિત કોષ ઉદ્દભવતા હોય છે. પરંતુ સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે આ કોષોમાં ખામી ઉદ્ભવે એમ છતાં એનો નાશ ન થાય તો પછી તેમનું અનિયમિતરૂપે વિભાજન થતું જ રહે છે અને તેના પરિણામે કેન્સર રોગ થાય છે.

ભારતનું દ્રશ્ય ચિંતાજનક

ભારત (India)ના સંદર્ભમાં આ દિવસ અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે, તાજેતરના આંકડા મુજબ, દેશમાં કેન્સરના કેસોમાં ચિંતાજનક વૃદ્ધિ જોવા મળી છે. અનુમાન છે કે આ વર્ષ સુધીમાં ભારતમાં કેન્સરના નવા કેસોની સંખ્યા 15 લાખને વટાવી જાય એવી સંભાવના છે. આની પાછળ અનેક કારણો હોઇ શકે છે જેમ કે વયવૃદ્ધિ, અયોગ્ય ખાણી-પીણી, બેઠાડુ જીવનશૈલી (Aging, Improper Diet, Bad lifestyle) વગેરે…પણ આની પાછળનું એક મોટું પરિબળ છે આપણી આધુનિક જીવનશૈલી અને પર્યાવરણ (Environment)માં હાજર ઘાતક તત્વો..! એ થવાના મુખ્યત્વે 3 કારણો છે. આ લેખમાં આજે એ વિશે માહિતી મેળવીએ…

World Cancer Day, વિશ્વ કેન્સર દિવસ 2026 , મહત્ત્વ ,કારણો

1. તમાકુ અને દારુ

ભારતમાં કેન્સરના વધતા જતા કિસ્સાઓમાં સૌથી મુખ્ય કારણ છે તમાકુનું અત્યાધિક સેવન કરવું! પુરુષોમાં થનારા લગભગ 50 % કેન્સરના કેસ અને મહિલાઓમાં 20 % કેસ પાછળ ધુમ્રપાન અને તમાકુ ચાવવા (Smoking & Tobacco)ની આદતો જ જવાબદાર હોય છે!

આ ઉપરાંત, આલ્કોહોલ (Alcohol)નું સેવન કરવાથી ગળું, લિવર અને બ્રેસ્ટ કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે. તમાકુ અને દારુનું સાથે સેવન કરવાથી શરીરની કોશિકાઓ ઘણી ઝડપથી ક્ષતિગ્રસ્ત થાય છે જેથી કર્કરોગ અર્થાત્ કેન્સરની શરુઆત થાય છે.

2. પર્યાવરણનું પ્રદૂષણ અને ભેળસેળયુક્ત ભોજન

વાયુ પ્રદૂષણ (Air Pollution)માં હાજર PM 2.5 જેવા કણોને ફેફસાનું કેન્સર (Lung Cancer) થવા માટે ધુમ્રપાન જેટલા જ જવાબદાર માનવામાં આવે છે. આ ઉપરાંત, ખાદ્યપદાર્થોને ઉગાડવા માટે વધતો જતો જંતુનાશકોનો ઉપયોગ અને રાસાયણિક રંગોની ભેળસેળ સીધી જ આપણા ડીએનએ ને નુકસાન પહોંચાડી રહી છે. ગ્રામીણ ક્ષેત્રોમાં સ્વચ્છ જળની કમી અને જંતુનાશકો (Pesticides)ના અસુરક્ષિત વપરાશને કારણે, પેટ અને કિડનીના કેન્સરના કેસો પણ ઝડપભેર વધી રહ્યાં છે!

World Cancer Day, વિશ્વ કેન્સર દિવસ 2026 , મહત્ત્વ ,કારણો

3. અયોગ્ય ખાણી-પીણી અને બેઠાડુ જીવન

શહેરીકરણ વધવાના કારણે ભારતીયોના ડાયેટમાં પ્રોસેસ્ડ ફૂડ (Processed Food), વધારેપડતી ખાંડ અને હાનિકારક ફેટ્સની માત્રા વધી ગઇ છે! લાંબા સમય સુધી એક જ સ્થળે બેસીને કામ કરવાથી અને વ્યાયામ (Exercise)ની ઉણપને કારણે ઉદ્ભવતી સ્થૂળતા (Obesity) કેન્સરનું એક મોટું કારણ છે. શરીરમાં વધેલા ફેટ હોર્મોન્સના અસંતુલન અને આંતરિક સોજાને જન્માવે છે જે ધીમે-ધીમે સ્વસ્થ કોશિકાઓને કેન્સર કોશિકાઓમાં પરિવર્તિત કરી દે છે!

કેન્સરથી બચવા શું કરવું જોઇએ?

કેન્સરના વધતા જતા કેસો (Cancer Cases)ના આંકડા ડરામણા તો છે પણ રાહતની વાત એ છે કે, કેટલાક કેન્સરના કિસ્સાઓમાં હૅલ્ધી લાઇફસ્ટાઇલ (Healthy Lifestyle)ને અપનાવીને એને ટાળી શકાય છે. આ રોગના લક્ષણો દેખાય એની રાહ ન જોવી અને સ્વસ્થ હોઇએ ત્યારે જ સમયાંતરે બોડી ચેકઅપ (Body Check Up) કરાવતા રહેવું જેથી કોઇ પણ જાતના જોખમની અગાઉથી જ જાણ થઇ જાય!

World Cancer Day, વિશ્વ કેન્સર દિવસ 2026 , મહત્ત્વ ,કારણો
કેન્સરના પ્રથમ અથવા તો બીજા સ્ટેજનું નિદાન થતા જ ઉપચાર કરાવવાથી ઇલાજ સફળ થવાની ઘણી વધુ સંભાવના હોય છે. આ અંગેની સભાનતા, યોગ્ય જાણકારી, સંતુલિત આહાર અને તમાકુ-દારુથી અંતર જાળવવાથી સ્વયંને અને તમારા પરિવારને આ ઘાતક બીમારીથી સુરક્ષિત રાખી શકાય છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!

આ પણ વાંચો:

આ પણ વાંચો: ગ્લોબલ વોર્મિંગનો કહેર! 2050 સુધીમાં ભારત બનશે ‘હોટ સ્પોટ’, ઓક્સફર્ડની સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો