Lifestyle/ શિયાળામાં તલ-ગોળની હૅલ્ધી, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ તલ પાપડી બનાવવાની નવીન રેસિપી..!

Til Papdi (તલ પાપડી) વિના મકર સંક્રાંતિની કલ્પના સુદ્ધાં કરી શકાતી નથી! તલ અને ગોળમાંથી બનતી આ એક પરંપરાગત હૅલ્ધી અને ક્રિસ્પી ગુજરાતી મીઠાઈ છે…

Trending Food Health & Fitness Lifestyle
Til Papdi, તલ પાપડી,રેસિપી, ક્રિસ્પી, કેરેમલ, ઉત્તરાયણે

Lifestyle: ઉત્તરાયણ ઉલ્લાસનો તહેવાર છે અને આ 2026ની મકરસંક્રાંતિ પર તમે પરંપરાગત રીતે તલ પાપડી (Til Papdi), ચીકી અને મમરાના લાડુ તો બનાવતા જ હશો પણ આ ટ્રેડિશનલ વાનગી (Traditional Recipe)ને ટિ્વસ્ટ આપીને એક નવા જ પ્રકારની તલ પાપડી બનાવવાની રેસિપી અહિં પ્રસ્તુત કરવા જઇ રહ્યાં છીએ.

Til Papdi, તલ પાપડી,રેસિપી, ક્રિસ્પી, કેરેમલ, ઉત્તરાયણે

તલ પાપડી (Til Papdi) વિના મકર સંક્રાંતિ અધૂરી

તલ પાપડી (Til Papdi) વિના મકર સંક્રાંતિ (Makar Sankranti)ની કલ્પના સુદ્ધાં કરી શકાતી નથી! તલ અને ગોળમાંથી બનતી આ એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે, જેને શિયાળા (Winter)માં ખાવાનું લોકો ખૂબ જ પસંદ કરે છે. આ વાનગી બનાવવા માટે સફેદ તલને શેકીને અથવા કરકરા વાટીને વાપરવામાં આવે છે, ત્યાર બાદ ગોળની કે ખાંડની ચાસણી બનાવી તેમાં તલ, ગોળ અથવા ખાંડ, ઘી, ઇલાયચી ઉમેરીને તૈયાર કરવામાં આવે છે અને એ દિવસો સુધી ખાઇ શકાય છે. તલ પાપડીમાં માવો અથવા કોપરાનું છીણ ઉમેરીને ચીકી અથવા બરફીના સ્વરૂપમાં તૈયાર કરી ઉત્તરાયણના તહેવાર (Uttarayan Festival) નિમિત્તે ઘરે પધારેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવે છે.

તલ પાપડીમાં તલનું પોષણ અને ગોળના ગુણ

આ તલ પાપડી (Til Papdi) અથવા જેને ઘણા લોકો તલ સાંકળી પણ કહે છે એ બે પ્રકારથી બનાવી શકાય છે એક ખાંડથી અને બીજી ગોળથી! આ તલ પાપડી (Til Papdi)માં તલનું પોષણ (Nutrition) અને ગોળ (Jaggery)ના ગુણ બંને મળીને આ વાનગીને હૅલ્થ (Health) માટે અત્યંત લાભકારી માનવામાં આવે છે. આ ગળી, પૌષ્ટિક અને બાળકો (Children)થી માંડીને વડીલો સુધીના તમામ વયજૂથના લોકોની પસંદ એવી તલ પાપડી નવીન રીતે બનાવવાની વિધિ તથા એ માટે આવશ્યક સામગ્રી વિશે વિસ્તૃત રીતે જાણીશું.

Til Papdi, તલ પાપડી,રેસિપી, ક્રિસ્પી, કેરેમલ, ઉત્તરાયણે

ઉત્તરાયણ પર બનાવો આ પરંપરાગત મીઠાઈ

શિયાળો પૂરજોશમાં છે અને 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ છે. આ તહેવાર નિમિત્તે તમામ ઘરના રસોડા તલપાપડી, ચીકી અને મમરાના લાડુ, ઉંધિયુ, મેથીના કરારા મુઠીયા વગેરે બનાવવાની તૈયારીથી ધમધમતા હશે! પતંગબાજીનો આ તહેવાર તલ, સીંગદાણા, મમરા અને ગોળની મીઠી વાનગીઓ વિના અધૂરો ગણાય છે. તો ચાલો જોઇએ તલપાપડીને ટિ્વસ્ટ આપીને એક નવા જ પ્રકારનું ડેઝર્ટ બનાવી શકાય છે જે ખાવામાં તો લાજવાબ અને દેખાવમાં પણ મનમોહક છે! તો ચાલો જોઇએ, નવીન પ્રકારની તલ પાપડી બનાવવાની રેસિપી…

શી રીતે બનાવશો તલ પાપડી (Til Papdi)?

સ્વાદિષ્ટ તલ પાપડી (Til Papdi) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Til Papdi, તલ પાપડી,રેસિપી, ક્રિસ્પી, કેરેમલ, ઉત્તરાયણે

સામગ્રી

1 કપ સફેદ તલ

1/2 ચમચી અધકચરી વાટેલી ઇલાયચી

1 ચમચી ઘી

1 થી 2 ચમચી પિસ્તાની કતરણ

3/4 કપ ખાંડ અથવા છીણેલો ગોળ

3 થી 4 ચમચી પાણી

Til Papdi, તલ પાપડી,રેસિપી, ક્રિસ્પી, કેરેમલ, ઉત્તરાયણે

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક તાવડીમાં મધ્યમ તાપે સફેદ તલ (White Sesame)ને હળવા શેકી લો. એમાં જ્યારે ધાણી (Popcorn)ની જેમ તડ્ તડ્ અવાજ આવે ત્યારે એ શેકાઇ ગયા એમ સમજવું. એને શેકતી વખતે સતત હલાવતા રહેવું.

2. હવે એમાં અધકચરી વાટેલી ઇલાયચી (Cardamom) ઉમેરી દો અને સતત હલાવતા રહો. તલ બળી ન જાય એનું વિશેષ ધ્યાન રાખવું.

3. તલનો કલર સહેજ હળવો બ્રાઉન થાય એટલે ગૅસ બંધ કરી દેવો અને તલને તરત એક બાઉલમાં કાઢી લેવા.

4. હવે આ જ ગરમ તાવડીને ધીમા તાપે રાખીને એમાં ખાંડ ઉમેરી દેવી. એને જાતે જ પીગળવા દેવી અને સહેજ પણ હલાવવી નહિં. તાવડીને સાણસીથી પકડીને હળવી ગોળ ફેરવવી જેથી ખાંડ (Sugar) સારી રીતે પીગળી જાય.

5. જ્યારે ખાંડ પૂર્ણ રીતે પીગળીને લાઇટ બ્રાઉન કલરનું કેરેમલ બની જાય કે તરત જ ગૅસ બંધ કરી દેવોય

6. હવે આ તૈયાર કેરેમલ (Caramel)માં શેકેલા તલ ઉમેરવા અને તમે ઇચ્છો તો એમાં પિસ્તા (Pistachio)ની કતરણ પણ ઉમેરી શકો છો. હવે વિના વિલંબ કર્યે ફટાફટ જલદી-જલદી મિક્સ કરી દો.

7. કિચન પ્લેટફોર્મ સ્લૅબ (Kitchen Platform Slab)ને સ્વચ્છ કરીને ત્યાં હળવું ઘી કે તેલ લગાવી લેવું. વેલણને પણ ઘી કે તેલ (Ghee or Oil) લગાવવું.

8. ગ્રીસ કરેલા સ્લૅબ પર થોડું ગરમ મિશ્રણ મૂકો અને તવેથાની મદદથી ફેલાવી લો. પછી એને પલટાવી લો અને હળવા હાથે શક્ય તેટલી પાતળી વણી લો. ચપ્પુ વડે સ્વેર આકારના નિશાન પાડી લેવા જેથી ઠંડી થાય ત્યારે આસાનીથી એકસરખા સરસ ટુકડા કરી શકાય.

9. આ તલ પાપડી ઠંડી થતાવેંત સરસ ક્રિસ્પી (Crispy) બની જશે. એના ટુકડાને ધીરેથી અલગ કરી લો અને એક સ્ટીલના ડબામાં ભરી લેવા.

10. તલ પાપડી (Til Papdi)ને જો ગોળ વડે બનાવવી હોય તો ગોળને તાવડીમાં 3-4 ચમચી પાણી નાખીને પીગળવા દેવો. હવે એની ઉપર ઉભરો આવે તે પછી સતત હલાવતા રહેવું. એની કન્સિસ્ટન્સી ચેક કરવા માટે એક વાડકીમાં પાણી લઇને થોડો ગોળ અંદર નાખવો અને બહાર કાઢીને તોડી જોવો. જો એ કાચની જેમ તરત તૂટે કે તરત ગૅસ બંધ કરી દેવો. હવે ઉપર મુજબ શેકેલા તલ ઉમેરીને બાકીની પ્રોસેસ કરી લેવી.

તો તૈયાર છે તમારી ખાંડ અથવા ગોળનો ઉપયોગ કરીને બનાવેલી સ્વાદિષ્ટ તલ પાપડી! ઝટપટ બનાવો અને ઉત્તરાયણે પતંગબાજી (Kite Flying)ના આનંદની સાથે એની લિજ્જત માણો!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિયાળામાં સરસવ કે બથુઆ…કઇ ભાજી ઉત્તમ, હૅલ્થ માટે શું ખાવું બહેતર?

આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!

આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!