Bad Lifestyle/ શિયાળામાં સરસવ કે બથુઆ…કઇ ભાજી ઉત્તમ, હૅલ્થ માટે શું ખાવું બહેતર?

Sarson Bathua (સરસવ, બથુઆ), આ બંને ભાજીને શિયાળા નું સુપરફૂડ માનવામાં આવે છે પણ હૅલ્થ માટે કઇ ભાજી ઉત્તમ રહેશે એ વિશે અહિં જાણીશું…

Trending Food Health & Fitness Lifestyle
Sarson Bathua, સરસવ બથુઆ, શિયાળા, હૅલ્થ

Lifestyle: શિયાળામાં બજારમાં ઠેર-ઠેર ભાજી જોવા મળે છે. તાજા શાકભાજી (Vegetables) અઢળક માત્રામાં બજારમાં ઠલવાય છે અને ભાત-ભાતની ભાજીઓની તો જાણે કે ભરમાર થઇ જાય છે. એમાંથી બે ઉત્તમ ભાજી છે સરસવ અને બથુઆ (Sarson Bathua)…પરંતુ, શું તમે જાણો છો કે, આ તમામ ભાજી (Bhaji) માં સૌથી વધુ ગુણકારી અને સ્વાસ્થ્યપ્રદ ભાજી કઇ છે? ખાસ કરીને સરસવ અને બથુઆ (Sarson Bathua) બંનેમાંથી હૅલ્થ (Health)ને બહેતર બનાવવા માટે કઇ ભાજી ખાવી જોઇએ?

Sarson Bathua, સરસવ બથુઆ, શિયાળા, હૅલ્થ

શિયાળામાં સરસવ,બથુઆ (Sarson Bathua)…કઇ ભાજી હૅલ્થ માટે ઉત્તમ?

‘મક્કે દી રોટી તે સરસોં દા સાગ’ કોને ન ભાવે? સરસવ અને બથુઆ (Sarson Bathua), આ બંને ભાજીને શિયાળા (Winter)નું સુપરફૂડ (Superfood) માનવામાં આવે છે અને એ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક ગણાય છે. પણ તમને જો તમે મૂંઝવણમાં હો કે, આ બંનેમાંથી કઇ ભાજી વધારે ગુણકારી છે તો અહિં અમે તમારી અવઢવને દૂર કરવાનો પ્રયાસ કરીશું. તમારી જાણ ખાતર જણાવી દઇએ કે, આ બંને ભાજી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, પોષક તત્વોથી ભરપૂર પણ હોય છે. પરંતુ આ બેઉમાથી કયું શાક સ્વાસ્થ્યનો અસલી ખજાનો છે એ સવાલનો જવાબ તમને આ લેખમાંથી મળી જશે એવી આશા છે. સરસવની ભાજી અને બથુઆની ભાજી (Sarson Bathua), બંનેના ગુણધર્મો હવે આગળ જોઇશું…

સરસવની ભાજીના પોષક તત્વો

સરસવની ભાજી (Sarson ka Saag, Mustard greens) પોષક તત્વોથી ભરપૂર હોય છે અને એના સેવનથી વિટામિન A, K અને C પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત, એમાં ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, ફોલેટ અને એન્ટીઑક્સિડન્ટ્સ પણ અત્યાધિક માત્રામાં હોય છે, જે હાર્ટ હૅલ્થ (Heart Health) માટે અત્યંત ફાયદાકારક સિદ્ધ થાય છે.

બથુઆ અર્થાત્ ચીલની ભાજીના પોષક તત્વો

સરસવની સરખામણીમાં જોઇએ તો બથુઆની ભાજી (Bathua, Chil ni Bhaji)માં પણ અઢળક પોષક તત્વો (Nutritions) મળી રહે છે. ચીલની ભાજી તરીકે જાણીતી આ ભાજીમાં પણ વિટામિન, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝીંક, ફોસ્ફરસ, ફાઇબર અને એમિનો એસિડ ઘણી માત્રામાં ઉપલબ્ધ હોય છે. આ તમામ ઘટકો શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા (Immunity)માં વૃધ્ધિ કરે છે.

Sarson Bathua, સરસવ બથુઆ, શિયાળા, હૅલ્થ

સરસવની ભાજી ખાવાના ફાયદા

1. તે વજન ઓછું કરવામાં સહાયક છે

2. તેમાં કેલરીનું પ્રમાણ ઘણું ઓછું હોવાથી જે લોકો ડાયેટ (Diet) પર હોય એમના માટે આ ઉત્તમ વિકલ્પ છે

3. એમાં રહેલા એન્ટીઑક્સિડન્ટ્સ અને ફાઇબર હ્યદયના સ્વાસ્થ્ય (Heart Health)ને બહેતર બનાવે છે તથા કોલેસ્ટ્રોલ (Cholesterol)ને નિયંત્રિત કરવામાં સહાયક સિદ્ધ થાય છે.

4. વિટામિન A અને વિટામિન C (Vitamin A & Vitamin C)નો સારો સ્ત્રોત હોવાના કારણે તેના સેવનથી આંખોની રોશની વધે છે અને ઈમ્યૂનિટીમાં પણ વધારો થાય છે.

બથુઆની ભાજી ખાવાના ફાયદા

1. એમાં સરસવની સરખામણીએ કેલ્શિયમની માત્રા ઘણી વધારે હોય છે જેના કારણે દાંત અને હાડકા (Teeth & Bones)ને મજબૂત બનાવવા માટે આ એક બહેતર વિકલ્પ સિદ્ધ થાય છે.

2. આ ભાજી એક નેચરલ લેક્સેટિવ (Laxative) છે જે કબજીયાત દૂર કરવામાં અને શરીરને ડિટૉક્સ (Constipation & Detox) કરવામાં પ્રભાવશાળી સાબિત થાય છે.

3.યૂરિક એસિડ (Uric Acid) ઓછો કરવાનું અને સાંધાની પીડા (Joints Pain)માં રાહત આપવા માટે આ ભાજી અત્યંત કારગર સિદ્ધ થાય છે.

Sarson Bathua, સરસવ બથુઆ, શિયાળા, હૅલ્થ

કઈ ભાજી વધારે બહેતર છે?

આમ જોઇએ તો આયુર્વેદ (Ayurveda) અને પોષણ વિજ્ઞાન બંને તો એમનું મિશ્રણ (Sarson Bathua) ખાવાની સલાહ આપે છે. સામાન્યત: સરસવની ભાજી એકલી બનાવવામાં આવતી નથી પણ એમાં બથુઆ અને પાલખ (Palak) પણ મિક્સ કરવામાં આવે છે. આનું કારણ એ છે કે, સરસવની તાસીર ગરમ હોય છે અને બથુઆની ભાજી એને સંતુલિત બનાવે છે. આથી આ બંને ભાજી (Sarson Bathua)ને એકસાથે જ બનાવીને ખાવી હિતાવહ છે જેથી તમને એ બંનેના પોષક તત્વોના લાભ મળી શકે. આ સંજોગોમાં, જો તમને સાંધાનું દર્દ રહેતુ હોય કે પછી કબજીયાતની સમસ્યા રહેતી હોય તો બથુઆની ભાજી વધારે ખાવી જોઇએ અને જો તમે વેટ લૉસ જર્ની (Weight Loss Journey)માં જોડાવા માગતા હો કે પછી હૃદયના સ્વાસ્થ્યને બહેતર બનાવવા માગતા હો તો સરસવની ભાજી ઉત્તમ વિકલ્પ છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આ 4 લીલા શાકભાજી કરશે નેચરલ ફિલ્ટરનું કામ, લોહીમાં રહેલા ટૉક્સિન્સને પણ સાફ કરશે- આયુર્વેદિક ડૉક્ટર

આ પણ વાંચો: શાકભાજીને સમાર્યા બાદ પાણીથી કેટલી વખત ધોવી જોઇએ? જાણીએ, શું છે સાચી રીત…

આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!