Lifestyle: શિયાળા (Winter)માં બાળકોની સાથે-સાથે ઘરના વડીલો (Elders)નું પણ વિશેષ ધ્યાન રાખવું પડે છે. વાસ્તવમાં ઠંડીને કારણે વડીલો અને વૃધ્ધ વ્યક્તિઓને મહદ્અંશે સાંધામા પીડા, શરદી-ખાંસી (Joints Pain, Cold-Cough) અને કેટલાય પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી શકે છે. આ ઋતુમાં એમની ઈમ્યૂનિટી (Immunity) પણ કમજોર થાય છે. આવા સંજોગોમાં હળવી બેદરકારી પણ ભારે પડી શકે છે.
જો તમારા ઘરમાં પણ વડીલો (Elders) હોય તો આ ઠંડીની મોસમમાં તમને એમની ઉચિત સંભાળ કરવી અત્યંત જરુરી છે. આ લેખમાં તમારા માટે અમે કેટલીક વિશેષ ટિપ્સ (Tips) લઇને આવ્યા છીએ જેને અપનાવીને તમે આ કડકડતી ઠંડીથી તમારા ઘરના વડલા સમાન વડીલોનું ધ્યાન અને કાળજી લઇ શકો છો.
શિયાળામાં વડીલો (Elders) ની સંભાળ લેવાની ટિપ્સ

1. ખાણી-પીણીની વિશેષ કાળજી લો
ઠંડીની મોસમમાં વડીલો (Elders)ની ખાણી-પીણીની વિશેષ કાળજી (Diet Care) લેવાય એનું ધ્યાન રાખવું. એમના ડાયેટમાં એવી ચીજવસ્તુઓ સામેલ કરવી જેથી એમનું શરીર અંદરથી ગરમાવો અનુભવે અને એમને એવો આહાર આપવો જે ઝડપથી પચી પણ જાય! વડીલોનું પાચન યુવાનોની સરખામણીએ થોડું મંદ પડે એ સ્વાભાવિક છે જેથી આવી ઋતુમાં એમને ઘણો ઠંડો અથવા તો વાસી ખોરાક આપવાનું સદંતર ટાળવું જોઇએ.

2. ઠંડીથી રક્ષણ કરો
શિયાળામાં વૃધ્ધ વડીલોના હાડકાં (Bones) કળવા લાગે છે. આથી એમની સંભાળ નાના બાળકો (Children)ની જેમ રાખવી જરુરી બને છે. વાસ્તવમાં, આ ઋતુમાં વડીલોને વધારે ઠંડી લાગે છે આથી એમને ગરમ કપડાં (Woolen Cloths) જેવા કે ઊનની ટોપી, સ્કાર્ફ, સરળતાથી કાઢી શકાય એવા સ્વેટર, શાલ અને મોજા પહેરાવીને રાખવા. વિશેષ કરીને એમનું માથું, કાન, ગરદન અને પગને કવર કરીને રાખવા જોઇએ. રાત્રે ઊંઘાડતી વખતે ગરમ કામળો કે રજાઇનો ઉપયોગ અવશ્ય કરવો. જો એમને ઠંડી વધારેપડતી લાગતી હોય તો લાઇટવેઇટ ગરમ બ્લેન્કેટ (Blanket) પણ ઓઢાડવો. આ ઉપરાંત, ઠંડી હવાથી બચાવવા માટે એમના ઓરડાના દરવાજા અને બારીઓને યોગ્ય રીતે બંધ કરી રાખવી.
3. વ્યાયામનું ધ્યાન રાખો
ઠંડીની ઋતુમાં વડીલો ઘરની બહાર ઓછા જાય એનું ધ્યાન રાખવું. તમે ઘરે જ અથવા આંગણામાં તડકો આવતો હોય ત્યાં એમને વ્યાયામ (Excercise) કરાવી શકો છો. આમ કરવાથી એમનું શરીર અને મન બંને પ્રસન્ન રહેશે. જ્યારે પણ શિયાળામાં સારો તાપ નીકળે ત્યારે એમને સૂર્યપ્રકાશ (Sunlight)માં અવશ્ય બેસાડવા.

4. નવશેકા પાણીથી સ્નાન કરાવો
શિયાળામાં લોકોને અને ખાસ કરીને બાળકો અને વડીલ વૃદ્ધો (Elders)ને નહાવાનું પસંદ પડતુ નથી કારણ કે એમનું શરીર નાજુક અને સંવેદનશીલ બની ગયું હોય છે. આવા સમયે ઠંડા પાણીનો ઉપયોગ કરવાથી એમને તકલીફ થઇ શકે છે અને એકદમ ગરમ પાણી પણ એ સહન કરી શકતા નથી! આથી જ એમના સ્નાન માટે તમારે હળવા ગરમ પાણી (Warm Water)ની વ્યવસ્થા કરવી જોઇએ. એમનું સ્નાન પૂર્ણ થયા બાદ રુમમાં હીટર (Heater) કે બ્લોઅર ચાલુ કરી દેવું હિતાવહ છે. જો કે, હીટર કે બ્લોઅર વધુ સમય ચાલુ ન રહે એનું ધ્યાન રાખવું.
5. ડૉક્ટરનું માર્ગદર્શન લો
ઠંડીની મોસમમાં વડીલો (Elders)ને વધારે સંભાળની આવશ્યકતા રહે છે. કારણ કે, આવી જ ઋતુમાં વડીલો ઘણી વાર બ્લડ પ્રેશર, શુગર (BP, Sugar) અને શ્વાસ સંબંધી સમસ્યાઓ વધી જાય છે. આથી આ ઋતુ દરમિયાન આવી કોઇ સમસ્યા જણાય તો તરત જ એમને ડૉક્ટર (Doctor) પાસે લઇ જવા અથવા તો ઘરે તબીબને વિઝિટે બોલાવવા.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: આ 5 લક્ષણો દર્શાવે છે કે હાડકાં ખોખલાં થઇ રહ્યાં છે, અવગણશો નહિં, ડૅમેજ થતા બચાવી લો
આ પણ વાંચો: બદામ છોલીને જ ખાવાનો કેમ વડીલોનો આગ્રહ, એક્સપર્ટ કહે છે સાચું કારણ
