દિલ્હી,
સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને મોટી રાહત આપતા શીડ્યુઅલ કાસ્ટ અને શીડ્યુઅલ ટ્રાઇબ(પ્રીવેન્શન ઓફ એટ્રોસીટી) એક્ટ પર ફરી એકવાર સ્ટે મુકવાનો ઇનકાર કર્યો હતો.મોદી સરકાર દ્રારા એસસી એસટી સુધારા એક્ટ સંસંદના બંને ગૃહોમાં રજુ કર્યો હતો.આ એક્ટના સુધારા રદ કરવા માટે સુપ્રિમ કોર્ટમાં પીટીશન થઇ હતી અને આ કાયદા પર સ્ટે મુકવા માટે અપીલ કરવામાં આવી હતી.
જો કે સુપ્રિમ કોર્ટેના જસ્ટીસ યુયુ લલિતે સ્ટે મુકવાનો ઇનકાર કરીને 19 ફેબ્રુઆરીએ ચુકાદો આપવાનું નક્કી કર્યું છે.
જણાવી દઈએ કે ગયા વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી એસસી કાયદામાં ફેરફાર કરીને તેને થોડો નરમ બનાવ્યો હતો.જો કે એ દેશભરમાં દલિત સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું. સતત વધતા વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર એસસી / એસટી અત્યાચાર અધિનિયમ કાયદો 2018માં જુના જ નિયમો ફરી લાગુ કર્યા હતા.
અનુસૂચિત જાતિ, જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 હેઠળ જાતિસૂચક શબ્દોનો ઉપયોગ અંગેની ફરિયાદ પર તરત જ કેસ દાખલ કરવામાં આવતી હતી. આવા કિસ્સાઓમાં તપાસ માત્ર ઇન્સ્પેક્ટર રેંકના પોલીસ અધિકારીઓ જ કરતા હતા. આ કિસ્સાઓમાં કેસ દાખલ થયા પછી તરત જ ધરપકડની પણ જોગવાઈ હતી. આ પ્રકારની બાબતોમાં અગાઉથી જમાનત ન મળતી હતી. ફક્ત હાઇકોર્ટથી જ નિયમિત જામીન મળી શકતી હતી. સરકારી કર્મચારીઓ વિરુદ્ધ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવા પહેલાં તપાસ એજન્સીને સત્તાધિકારીથી પરવાનગી આપવામાં આવી હતી. એસસી/એસટી કેસની સુનાવણી માત્ર સ્પેશિયલ કોર્ટમાં થતી હતી.
જો કે સુપ્રિમ કોર્ટે આ બધા નિયમોમાં ફેરફાર કરી તેને હળવા કર્યા હતા.21મી માર્ચે સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (એસસી / એસટી એક્ટ 1989) તાત્કાલિક ધરપકડ પર પ્રતિબંધ મૂક્યો.
અદાલતે નિર્ણય આપતાં કહ્યું કે સરકારી કર્મચારીઓની ધરપકડ માત્ર ઓથોરીટીની મંજૂરી પછી જ થઇ શકે છે. જે લોકો સરકારી કર્મચારી નથી, તેમની ધરપકડ એસ.એસ.પી.ની પરવાનગીથી જ થઇ શકે છે. જોકે, કોર્ટે એ સ્પષ્ટ કર્યું છે કે ધરપકડની પરવાનગી લેવા માટે તેના કારણોને રેકોર્ડ પર રાખવા પડશે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી દેશભરમાં ઘણા પ્રદર્શનો થયા હતા. દલિત સંગઠનોએ ભારત બંધ કરી દીધુ હતું.જેના પછી કેન્દ્ર સરકારે સંશોધન બિલ પાસ કરી અને જૂના નિયમોનો અમલ કર્યો.હવે મોદી સરકારના આ નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો છે.
