Entertainment News/ સમય રૈનાના શોમાં આલિયા અને શરવરીની ધમાકેદાર એન્ટ્રી, આ દિવસે રિલીઝ થશે એપિસોડ

કોમેડિયન સમય રૈનાએ કન્ફર્મ કર્યું છે કે ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ સીઝન 2 ના પહેલા જ એપિસોડમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) અને શરવરી વાઘ ગેસ્ટ તરીકે જોવા મળશે. આ શો શનિવારે યુટ્યુબ અને નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

Trending Entertainment
Alia Bhatt

India’s Got Latent Season 2 Launch: ઇન્ડિયન ડિજિટલ કન્ટેન્ટ ઇતિહાસમાં સૌથી લોકપ્રિય બનેલા શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ (India’s Got Latent) ની સીઝન 2 ની સત્તાવાર જાહેરાત સાથે જ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જાણીતા કોમેડિયન સમય રૈનાએ (Samay Raina) ખુદ કન્ફર્મ કર્યું છે કે, બીજા સીઝનના પ્રથમ એપિસોડમાં અપકમિંગ ફિલ્મ ‘આલ્ફા’ (Alpha) ની સ્ટાર કાસ્ટ આલિયા ભટ્ટ (Alia Bhatt) અને શરવરી વાઘ (Sharvari Wagh) ગેસ્ટ તરીકે સ્ટેજ ગજવતી જોવા મળશે.

Alia Bhatt

ઇન્સ્ટાગ્રામ પર શેર કરી લિંક Alia Bhatt ના એપિસોડની માહિતી 

સમય રૈનાએ ઇન્સ્ટાગ્રામ પર પહેલા એપિસોડની લિંક શેર કરી છે, જેના થંબનેલમાં આલિયા(Alia Bhatt)  અને શરવરી કોમેડિયન આશિષ સોલંકી અને બલરાજ ઘઈ સાથે હસતી જોવા મળી રહી છે. આ લિંક વાયરલ થતાં જ ફેન્સે કમેન્ટ્સનો વરસાદ કર્યો છે. એક યુઝરે લખ્યું કે, “ઇન્ટરનેટ કલ્ચરનું જબરદસ્ત કમબેક!” જ્યારે અન્ય યુઝરે મજાકમાં લખ્યું, “એપિસોડ રિલીઝ થતાં જ વકીલો હાજરી લેવા તૈયાર રહેશે.”

યુટ્યુબ અને નેટફ્લિક્સ બંને પર સ્ટ્રીમ થશે નવો સીઝન

આ નવો સીઝન શનિવાર સાંજે એકસાથે યુટ્યુબ (YouTube) અને નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ થશે. નેટફ્લિક્સ પર આ શો જાહેરાતો વિના જોઈ શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ સીઝનના એક એપિસોડમાં રણવીર અલ્લાહબાદિયા સાથે થયેલા વિવાદ અને કાનૂની ફરિયાદો (FIR) બાદ સમય રૈનાએ જૂના તમામ એપિસોડ યુટ્યુબ(Alia Bhatt)  પરથી હટાવવા પડ્યા હતા. પરંતુ હવે નેટફ્લિક્સ ડીલ સાથે શોની આ ભવ્ય વાપસી ડિજિટલ વર્લ્ડમાં નવો ઈતિહાસ રચવા તૈયાર છે.


આ પણ વાંચો:કોમેડી શોમાં યુવકે કહી છોકરી સાથેની ગંદી વાત, હોબાળો વધતાં જ કંપનીએ નોકરીમાંથી હાંકી કાઢ્યો

આ પણ વાંચો:25 વર્ષ પહેલા શાહરૂખ ખાને જે કહ્યું, તે ભવિષ્યમાં જેઠાલાલ માટે સાચું સાબિત થયું, વીડિયો વાયરલ

આ પણ વાંચો:12 કરોડનું બજેટ અને 400 કિલો સોનું, જાણો બોલિવૂડના સૌથી મોંઘા ગીત ‘ઘૂમર’ ની ભવ્યતા