Stand-up Comedy Show Controversy 2026: સોશિયલ મીડિયાના આજના આધુનિક યુગમાં સસ્તા વ્યુઝ અને કન્ટેન્ટ વાઇરલ કરવાના ચક્કરમાં કલાકારો તેમજ સામાન્ય યુવાનો મર્યાદાની તમામ લીટીઓ ઓળંગી જતા હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્ટેન્ડ-અપ કોમેડી શોના બે અલગ-અલગ વીડિયોએ ઇન્ટરનેટ પર ભારે હોબાળો મચાવ્યો છે. ‘370 રૂપિયાની બિરયાની’ ના વિવાદથી શરૂ થયેલો આ મામલો હવે મેડિકલ એથિક્સ (નૈતિકતા) અને માનવ શબના ઘોર અપમાન સુધી પહોંચી ગયો છે, જેને જોઈને નેટીઝન્સ આજના જુવાનિયાઓની વિકૃત માનસિકતા પર ફિટકાર કરી રહ્યા છે.
વિવાદ 1: શું છે ‘370 રૂપિયાની બિરયાની’ વાળો કિસ્સો?
આ વિવાદની શરૂઆત ફેમસ સ્ટેન્ડ-અપ કોમેડિયન(Comedy) પ્રણિત મોરેના ગુરુગ્રામમાં યોજાયેલા એક લાઇવ ક્રાઉડ-વર્ક કોમેડી શો દરમિયાન થઈ હતી:
શોમાં હાજર હિમાંશુ જાંગડા નામના એક દર્શકે સ્ટેજ પર વાતચીત દરમિયાન પોતાના ડેટિંગ અનુભવનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેણે એક મહિલા પર આશરે ₹360 થી ₹370 ની ચિકન બિરયાનીનો ખર્ચ કર્યો હતો. તેણે વિકૃત માનસિકતા દર્શાવતા ઉમેર્યું કે જ્યારે મહિલાએ તેને ઘરે છોડવા કહ્યું, ત્યારે તેને આ ખર્ચની ભરપાઈ તરીકે મહિલા પાસેથી શારીરિક સંબંધ (Physical Relationship) ની અપેક્ષા હતી. હિમાંશુએ વીડિયોમાં એવું પણ સ્વીકાર્યું કે તે છોકરીને એક અવાવરૂ પાર્કમાં લઈ ગયો હતો જેથી તેની નજીક જઈ શકે.
આ વીડિયો(Comedy) સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ભારે હોબાળો અને કાનૂની દબાણ વધતા જ હિમાંશુ જાંગડાએ પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી દીધા છે અને તેને પોતાની નોકરીમાંથી પણ હાથ ધોવા પડ્યા છે.
વિવાદ 2: પ્રાઇવેટ પાર્ટ્સ પર અભદ્ર કોમેન્ટ
બિરયાની વાળા વિવાદ પછી પ્રણીત મોરેના એ જ શૉનો બીજો એક વીડિયો વાઇરલ થયો, જેણે સુસંસ્કૃત સમાજ અને મેડિકલ જગતને ભારે આઘાતમાં મૂકી દીધું છે. આ વીડિયોમાં મુંબઈની જાણીતી KEM હોસ્પિટલની મેડિકલ સ્ટુડન્ટ ડૉ. સેજલ પવાર જોવા મળે છે. શો દરમિયાન સેજલે અત્યંત હળવાશથી જણાવ્યું કે જ્યારે મેડિકલ રિસર્ચ અને ડિસેક્શન (માનવ શરીરની ચીરફાડના અભ્યાસ) માટે કૉલેજમાં પુરુષોના શબ લાવવામાં આવે છે, ત્યારે તે અને તેના સાથી મિત્રો તે શબના પ્રાઇવેટ પાર્ટ્સ જોઈને તેની સાઇઝ વિશે ગંદી મજાક ઉડાવે છે અને ગ્રૂપમાં ચર્ચા કરે છે.
Comedy વીડિયોનો એ ચોંકાવનારો સંવાદ:
ડૉ. સેજલ: “ખોપડી કાપી અને પછી લાસ્ટમાં જે પણ છે, પ્રજનન અંગ…”
કોમેડિયન પ્રણીત: “તું ડૉક્ટર છે કે કસાઈ? તે સમયે જોક્સ (Comedy) પણ મારો છો કે સિરિયસ રહો છો?”
ડૉ. સેજલ: “જોક્સ મારીએ ને… જે પણ હોય, સાઇઝ વગેરે બાબતે.”
કોમેડિયન પ્રણીત (આશ્ચર્યથી): “શું? તમે લોકો આ બધી વાતો પર પણ ચર્ચા કરો છો?”
આ વીડિયો (Comedy) વાઇરલ થતાં જ લોકો મેડિકલ નૈતિકતા પર ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. લોકો પોતાના સ્વજનોના મૃત્યુ બાદ સમાજના કલ્યાણ અને ડોક્ટરોના ભણતર માટે ‘બોડી ડોનેટ’ (દેહદાન) કરે છે. આવા પવિત્ર હેતુથી મળેલા શબની(Comedy) મજાક ઉડાવવી એ પરિવારોના ભરોસાનું ઘોર અપમાન છે. યુઝર્સે સવાલ ઉઠાવ્યો કે જો કોઈ પુરુષ ડૉક્ટરે મૃત મહિલાના શરીર વિશે આવી વાહિયાત કમેન્ટ કરી હોત, તો અત્યાર સુધી તેની ધરપકડ થઈ ગઈ હોત, તો આ મહિલા સામે કેમ કોઈ પગલાં નહીં?
ભારે હોબાળા બાદ ડૉક્ટરે માંગી માફી, હિમાંશુ જાંગડા બરતરફ
ચારેય તરફથી ઘેરાયા બાદ અને ભારે ટ્રોલિંગનો(Comedy) સામનો કર્યા પછી ડૉ. સેજલ પવારે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખીને માફી માંગી છે અને લખ્યું કે, “મેં જે વિષય પર વાત કરી તે ખૂબ જ સંવેદનશીલ હતો. મારો હેતુ કોઈનું અપમાન કરવાનો નહોતો, પણ હું સમજું છું કે મારા શબ્દોથી લોકોની લાગણી દુભાઈ છે. હું એક સ્ટુડન્ટ તરીકે આ મારી મોટી ભૂલ સ્વીકારું છું.” બીજી તરફ કોમેડિયન પ્રણીત મોરેએ પોતાનું એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દીધું છે.
હિમાંશુ જાંગડા જે કંપનીમાં (Comedy) કામ કરતો હતો તે ‘સ્ટારવિક ડિઝાઇન’ ના સ્થાપક વિવેક વિશ્વકર્માએ સત્તાવાર વીડિયો જાહેર કરીને હિમાંશુને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભલે ઓફિસમાં તેનું વર્તન સારું હતું, પરંતુ મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડનારા આવા વિચારોને કંપની ક્યારેય સમર્થન આપતી નથી.
સેલેબ્સે ઠાલવ્યો આક્રોશ
આ સમગ્ર વિવાદ પર બોલિવૂડ અને સોશિયલ મીડિયા સેલેબ્સે આકરી પ્રતિક્રિયા આપી છે:
પોતાની બેબાક શૈલી માટે જાણીતી ખુશ્બુ પાટણીએ એક વીડિયો શેર કરીને આક્રોશ ઠાલવ્યો કે, “આ ૨૨-૨૩ વર્ષના છોકરાઓની ગંદી વિચારસરણી જુઓ. છોકરીઓ, જોઈ લો કે તમને કઈ નજરથી જોવામાં આવે છે. આવા ભણેલા-ગણેલા અભણ લોકો આપણી કિંમત નક્કી કરે છે.” વીડિયોના અંતમાં ખુશ્બુએ મહિલાઓની સુરક્ષા માટે પરંપરાગત નેપાળી ચપ્પુ ‘કુકરી’ બતાવીને સ્ત્રીઓને પોતાની સુરક્ષા જાતે કરવા અને આવા લોકોને પાઠ ભણાવવા અપીલ કરી હતી.
પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવે X (ટ્વિટર) પર કટાક્ષ કરતા લખ્યું કે, “₹370 ની બિરયાનીએ બે બાબતોનો પર્દાફાશ કર્યો. એક માણસને લાગ્યું કે સંમતિ (Consent) ની કોઈ કિંમત હોય છે, જ્યારે એક હાસ્ય કલાકારે વિચાર્યું કે દરેક અણઘડ મૌનને મજાકથી ઢાંકી શકાય છે.” આ સિવાય કુશા કપિલા, માલતી ચાહર સહિતના સેલેબ્સે પણ આ વિકૃત માનસિકતાની આકરી ટીકા કરી છે.
આ પણ વાંચો : પતિ વીર સાહુના મારપીટના ત્રાસથી સપના ચૌધરીએ છોડ્યું સાસરું, દિલ્હી ફેમિલી કોર્ટે આપ્યું પ્રોટેક્શન
આ પણ વાંચો :12 કરોડનું બજેટ અને 400 કિલો સોનું, જાણો બોલિવૂડના સૌથી મોંઘા ગીત ‘ઘૂમર’ ની ભવ્યતા
આ પણ વાંચો :બોલ્ડ શો કર્યા એટલે સજા મળી’, ઇન્ટરવ્યુમાં ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી ‘તારક મહેતા’ ફેમ એક્ટ્રેસ



