Nehal Vadoliya Bold Image Issue 2026: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જેવા લોકપ્રિય ટીવી શોમાં જોવા મળેલી એક્ટ્રેસ નેહલ વડોલિયા મનોરંજન જગતની જાણીતી અને બોલ્ડ એક્ટ્રેસિસમાંથી એક છે. તે ‘ગંદી બાત 3’ (Gandi Baat 3) જેવી પોપ્યુલર વેબ સિરીઝમાં પોતાના બોલ્ડ અંદાજથી લાઈમલાઈટમાં આવી હતી. હાલમાં તે એક્ટિંગની સાથે એક ઇન્ટિમેસી કો-ઓર્ડિનેટર (Intimacy Coordinator) તરીકે પણ કામ કરી રહી છે. તાજેતરમાં આપેલા એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં નેહલે(Nehal Vadoliya) પોતાની કરિયર અને પર્સનલ લાઈફને લઈને એવા ચોંકાવનારા ખુલાસા કર્યા કે વાત કરતાં-કરતાં જ તેના આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. નેહલે ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે અત્યારે તે ઇન્ડસ્ટ્રીમાં કામની શોધમાં ભટકી રહી છે.
બોલ્ડ ઇમેજ બનવાના કારણે ટીવી ઇન્ડસ્ટ્રીએ ફગાવી દીધી
પોડકાસ્ટ દરમિયાન નેહલે(Nehal Vadoliya) રડતાં-રડતાં પોતાનું દર્દ ઠાલવ્યું કે, બોલ્ડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હોવાના કારણે તેણે મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. તેણે કહ્યું, “હું છેલ્લાં 4 વર્ષથી ટીવી પર કામ નથી કરી રહી અને તેની પાછળ ઘણા બધા કારણો છે. જો તમે બોલ્ડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી લો, તો તમારી એક અલગ ઇમેજ બની જાય છે. ટીવી પર પણ જો તમે એકવાર કોઈ ચોક્કસ પ્રકારનું પાત્ર ભજવી લો, તો પછી નવો રોલ મેળવવા માટે લાંબો ગેપ લેવો પડે છે.”

તેણે ફિલ્મોનું ઉદાહરણ આપતા વધુમાં ઉમેર્યું કે, “જો કોઈ એક્ટર માત્ર બેક-ટુ-બેક એક્શન ફિલ્મો જ કરતો રહેશે, તો લોકો એકના એક પાત્રમાં તેને જોઈને કંટાળી જશે. દર્શકો હંમેશા કંઈક નવું જોવા ઈચ્છે છે અને અમે કલાકારો પણ કંઈક અલગ કરવા માંગતા હોઈએ છીએ. પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીમાં કંઈક નવું અને અલગ કામ મેળવવાના ચક્કરમાં મારી સાથે કંઈક ઊંધું જ થઈ ગયું અને મને કામ મળવાનું સાવ બંધ થઈ ગયું. આ વાત મને અંદરથી ખૂબ દુઃખ આપે છે.”
નફરત અને પ્રેમમાં દગો મળ્યો :Nehal Vadoliya
પર્સનલ લાઈફ અને સંબંધો વિશે વાત કરતી વખતે નેહલ(Nehal Vadoliya) વધુ ભાવુક થઈ ગઈ હતી. તેણે મોટો ખુલાસો કરતાં કહ્યું કે, તેને પુરુષો પ્રત્યે ભારે નફરત થઈ ચૂકી છે. પ્રેમમાં તેનું દિલ ખરાબ રીતે તૂટ્યું છે અને સંબંધોમાં મળેલા દગાના કારણે જ તે પુરુષોથી અંતર જાળવી રાખવાનું પસંદ કરે છે.

તમને જણાવી દઈએ કે, નેહલ વડોલિયા(Nehal Vadoliya) સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ ઇમેજ અને ગ્લેમરસ લુક માટે ખૂબ ફેમસ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ ફોટોઝ અને વીડિયોઝ વારંવાર વાયરલ થતાં રહે છે અને તેના ઇન્સ્ટા પર આશરે 6,59,000 (659K) થી વધુ ફોલોઅર્સ છે, છતાં રિયલ લાઈફમાં અત્યારે તે ગંભીર આર્થિક અને માનસિક સંઘર્ષમાંથી પસાર થઈ રહી છે.
આ પણ વાંચો: બોલિવૂડના જાણીતા નિર્માતા અને પૂર્વ CBFC ચીફ પહલાજ નિહલાનીનું 76 વર્ષની વયે નિધન
આ પણ વાંચો:9 વર્ષની ઉંમરે અખબાર વહેંચતી હતી નીરુ બાજવા, આજે છે પંજાબી સિનેમાની લેડી સુપરસ્ટાર


