Pahlaj Nihalani Demise 2026: મનોરંજન જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-દિગ્દશર્ક અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાનીનું 4 June 2026 ના રોજ 76 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. મુંબઈના સાન્તાક્રુઝ હિંદુ સ્મશાનભૂમિમાં બપોરે 3 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહનના જણાવ્યા અનુસાર, કોરોના થયા પછી કેટલીક દવાઓની આડઅસર (કોમ્પ્લિકેશન્સ) ના લીધે તેમની કિડની પર ગંભીર અસર થઈ હતી. જ્યારે FWICE ના અધ્યક્ષ બી.એન. તિવારીએ તેમના નિધનનું મુખ્ય કારણ હાર્ટ એટેક હોવાની પુષ્ટિ કરી છે. IMPAA ના પ્રેસિડેન્ટ અભય સિંહાએ શોક વ્યક્ત કરતા કહ્યું કે રાત્રે 3 વાગ્યે હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
Pahlaj Nihalani દ્વારા નિર્મિત ફિલ્મોની સંપૂર્ણ યાદી
Pahlaj Nihalani પોતાના કરિયરમાં બોલિવૂડને અનેક સુપરહિટ અને યાદગાર ફિલ્મો આપી છે, જેનું લિસ્ટ નીચે મુજબ છે:
| વર્ષ | ફિલ્મનું નામ |
| 1982 | Haathkadi |
| 1985 | Aandhi-Toofan |
| 1986 | Ilzaam |
| 1987 | Aag Hi Aag |
| 1988 | Paap Ki Duniya |
| 1988 | Gunahon Ka Faisla |
| 1989 | Mitti Aur Sona |
| 1989 | Aag Ka Gola |
| 1990 | Aandhiyan |
| 1991 | First Love Letter |
| 1991 | Ek Aur Faulad |
| 1992 | Shola Aur Shabnam |
| 1993 | Aankhen |
| 1994 | Andaz |
| 1996 | Dil Tera Diwana |
| 1997 | Bhai Bhai |
| 2001 | Uljhan |
| 2003 | Talaash: The Hunt Begins |
| 2008 | Khushboo |
| 2017 | Julie 2 |
| 2019 | Rangeela Raja |
| 2023 | Anaari Is Back |
‘Ilzaam’ ફિલ્મ દ્વારા ગોવિંદાને મુખ્ય નાયક તરીકે ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટી ઓળખ અને બ્રેક મળ્યો હતો.
‘Aankhen’ (1993) તેમની કરિયરની સૌથી મોટી ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી.
‘Shola Aur Shabnam’, ‘Andaz’ અને ‘Talaash: The Hunt Begins’ જેવી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર વ્યાવસાયિક રીતે ભારે સફળ રહી હતી.
ગોવિંદાના ગોડફાધર: ડાન્સ જોઈને આપ્યો હતો પહેલો બ્રેક
પહલાજ નિહલાનીએ એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે ફિલ્મ ‘આંધી તૂફાન’ પછી તેઓ મિથુન ચક્રવર્તી અને શત્રુઘ્ન સિંહા સાથે ફિલ્મ કરવા માંગતા હતા, પણ તેમની વ્યસ્તતાને લીધે મેળ પડ્યો નહીં. ત્યારે રીક્કુ રાકેશ ગોવિંદાના ફોટો લઈને આવ્યા હતા. પહલાજજીને ગોવિંદાનો લુક ગમ્યો નહોતો, પણ બીજા દિવસે જ્યારે ગોવિંદાની બ્રેક ડાન્સવાળી વીડિયો કેસેટ જોઈ, ત્યારે તેઓ તેના ડાન્સ અને એક્શનના દીવાના થઈ ગયા અને ‘Ilzaam’ ફિલ્મમાં મોટો બ્રેક આપ્યો. જ્યારે ગોવિંદા પાસે કામ નહોતું, ત્યારે તેમણે ‘Shola Aur Shabnam’ અને ‘Aankhen’ આપીને તેની કરિયર બચાવી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે ગોવિંદા અંદરથી થોડો અસુરક્ષિત અને વહેમી સ્વભાવનો હતો, કારણ કે બાળપણમાં તેના પરિવારે ઘણો આર્થિક સંઘર્ષ જોયો હતો.
દિવ્યા ભારતીનું સમર્પણ અને ધર્મેન્દ્રનો ગુસ્સો
દિવ્યા ભારતીનો કિસ્સો: ઊટીમાં ‘Shola Aur Shabnam’ ના શૂટિંગ દરમિયાન દિવ્યા ભારતીના પગમાં લોખંડની ખીલી વાગી ગઈ હતી. અસહ્ય પીડા અને લોહી નીકળવા છતાં તેણે શૂટિંગ ચાલુ રાખ્યું. પહલાજે જબરદસ્તી પેકઅપ કરાવ્યું અને બીજા દિવસે આરામ કરવા કહ્યું, છતાં દિવ્યા સવારે 6 વાગ્યે સેટ પર શૂટિંગ કરવા પહોંચી ગઈ હતી.
ધર્મેન્દ્ર સાથે વિવાદ: 1987 માં આવેલી ફિલ્મ ‘Aag Hi Aag’ ના શૂટિંગ વખતે ડિરેક્ટર શિબુ મિત્રાએ એક સીન માટે ધર્મેન્દ્ર પાસે 15 રીટેક કરાવ્યા હતા. આનાથી ગુસ્સે થઈને ધર્મેન્દ્રએ સેટ પર બધાની સામે પહલાજ નિહલાનીને કહ્યું હતું, “પહલાજ, (Pahlaj Nihalani)શું હું કોઈ નવો કલાકાર છું જે મારી પાસે આટલા બધા ટેક કરાવો છો?”
સેન્સર બોર્ડના ‘સંસ્કારી ચીફ’ અને વિવાદો
પહલાજ નિહલાની(Pahlaj Nihalani) વર્ષ 2015 થી 2017 સુધી CBFC ના ચીફ રહ્યા હતા. તેમનો આ કાર્યકાળ ખૂબ જ વિવાદિત રહ્યો, કારણ કે તેઓ ફિલ્મોમાં નાની નાની વાતો પર કટ લગાવવા માટે જાણીતા બન્યા હતા.
જેમ્સ બોન્ડની ફિલ્મ ‘સ્પેક્ટર’ માંથી કિસિંગ સીન ટૂંકો કરાવવા બદલ સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ‘સંસ્કારી ચીફ’ કહીને ટ્રોલ કર્યા હતા.
શાહિદ કપૂરની ફિલ્મ ‘ઉડતા પંજાબ’ માં તેમણે 69 કટ લગાવવાનો આદેશ આપ્યો હતો, જેની સામે મેકર્સ બોમ્બે હાઈકોર્ટમાં(Pahlaj Nihalani) ગયા હતા અને કોર્ટે સેન્સર બોર્ડનો નિર્ણય ફગાવીને ફિલ્મ માત્ર 1 કટ સાથે રિલીઝ કરવા મંજૂરી આપી હતી. બાદમાં 2017 માં સરકારે તેમને હટાવીને પ્રસૂન જોશીને ચીફ બનાવ્યા હતા.
મૂવી ટિકિટ પર GST નો વિરોધ
તેમણે મૂવી ટિકિટ પર 12 થી 18 ટકા GST લગાવવા બદલ નાણામંત્રી નિર્મલા સીતારમણના (Pahlaj Nihalani) નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મનોરંજન પરથી ટેક્સ સંપૂર્ણ હટવો જોઈએ જેથી ગરીબ મજૂર પણ ટિકિટ ખરીદી શકે અને સિંગલ સ્ક્રીન થિયેટરો બચી શકે. ટેક્સના કારણે જ હાલમાં પૈસા કમાવવા માટે મેકર્સ વલ્ગર કન્ટેન્ટ તરફ વળી રહ્યા છે.
આ પણ વાંચો:ધર્મેન્દ્રએ 89 વર્ષની વયે લીધો અંતિમ શ્વાસ, સ્મશાન પહોંચ્યા સેલિબ્રિટી…..
આ પણ વાંચો:આશા ભોંસલેની અંતિમ ઝલક,કપાળ પર બિંદી સાથે પીરોજી સાડીમાં વિદાય
