અવસાન/ મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું લાંબી બીમારી બાદ નિધન

બીઆર ચોપરાની મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે. લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા પ્રવીણ કુમાર સોબતીએ 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.

Top Stories Entertainment

બીઆર ચોપરાની મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે. લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા પ્રવીણ કુમાર સોબતીએ 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પ્રવીણ કુમાર સોબતીએ માત્ર અભિનય જ નહીં પરંતુ રમતગમતની દુનિયામાં પણ ઘણું નામ કમાવ્યું હતું.

આ પણ વાંચો – પ્રાર્થના વિવાદમાં / શાહરૂખના સમર્થનમાં ઉર્મિલા માતોંડકર,ટ્વિટ પર લખ્યું “ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન”

પંજાબનાં રહેવાસી પ્રવીણ કુમારે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. ફિલ્મોમાં તે ઘણીવાર વિલનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. રમતગમતથી લઈને અભિનય સુધી, પ્રવીણ કુમારે હંમેશા પોતાનું 100 ટકા આપવાનો પ્રયાસ કર્યો અને દરેક વખતે તેમને સફળતા મળી. પ્રવીણ કુમાર સોબતી તેમના કદનાં કારણે લોકોમાં પ્રખ્યાત હતા અને મહાભારત માટે ભીમનાં રોલમાં તેમણે જીવનનો શ્વાસ એ રીતે લીધો કે લોકો તેમને ખૂબ પસંદ કરતા થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રવીણ કુમાર સોબતી તેમના મૃત્યુ પહેલા આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા અને તેઓ લાંબા સમયથી બીમાર પણ હતા.

આ પણ વાંચો – Bollywood / સલમાન ખાનની ‘કભી ઈદ કભી દિવાળી’ સાથે જોડાયેલી મોટી જાહેરાત, 2023માં આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

આપને જણાવી દઈએ કે, પ્રવીણ કુમાર સોબતી એક્ટિંગમાં જોડાતા પહેલા એથ્લિટ હતા. તેમણે એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. તેમને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રમતગમતની દુનિયામાં નામ કમાયા બાદ તેમને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)માં નોકરી પણ મળી હતી. થોડા વર્ષો પછી, પ્રવીણ કુમાર સોબતીએ અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો અને પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. કહેવાય છે કે પ્રવીણ કુમાર સોબતીએ કમરનાં દુખાવાની ફરિયાદને કારણે રમતગમતની દુનિયાને અલવિદા કહી દીધું હતું. પ્રવીણ કુમાર સોબતીએ નાના અને મોટા પડદાનાં દર્શકોમાં બહુ ઓછા સમયમાં લોકપ્રિયતા મેળવી હતી.