Cricket/ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં હેડ કોચની કરાઇ નિમણૂક

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં વચગાળાનાં મુખ્ય કોચ તરીકે પોલ કોલિંગવુડની નિમણૂક કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ સોમવારે સત્તાવાર જાહેરાત કરી છે.

Sports

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં વચગાળાનાં મુખ્ય કોચ તરીકે પોલ કોલિંગવુડની નિમણૂક કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ સોમવારે સત્તાવાર જાહેરાત કરી છે. તાજેતરમાં, ઈંગ્લેન્ડને વેસ્ટ ઈન્ડિઝમાં 2-3થી T-20 સીરીઝમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને તે સમયે ઈંગ્લેન્ડની ટીમનાં ઈન્ચાર્જ કોલિંગવુડ હતા.

આ પણ વાંચો – Swimming World Championships 2022 / આ દેશમાં વર્લ્ડ સ્વિંમિંગ ચેમ્પિયનશીપ યોજાશે,જાણો વિગત

ઑસ્ટ્રેલિયામાં એશિઝ સીરીઝમાં ઈંગ્લેન્ડને 0-4થી હારનો સામનો કરવો પડ્યો તે પછી, ECBએ મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડને હટાવવા સહિતની સમીક્ષા પછી કેટલાક મોટા નિર્ણયો લીધા. આ સિવાય એશ્લે જાઇલ્સે પણ ક્રિકેટ ડિરેક્ટરનાં પદ પરથી રાજીનામું આપી દીધું છે. ક્રિકેટ ડિરેક્ટરનું પદ હાલમાં એન્ડ્રુ સ્ટ્રોસને સોંપવામાં આવ્યું છે. કોલિંગવુડ હાલમાં બાર્બાડોસમાં વિરામ પર છે અને જ્યારે ટીમ 25 ફેબ્રુઆરીએ આવશે ત્યારે તેમાં જોડાશે. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સીરીઝ 22 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી રમાઈ હતી.

https://twitter.com/englandcricket/status/1490641295211126784?s=20&t=uVDo59SAji5N6K3_vUIbdw

આ પણ વાંચો – IPL / IPLની નવી ફ્રેન્ચાઈઝીનું નામ અમદાવાદ ટાઇટન્સ રખાયું, IPL 2022 માટે 10 ટીમોના નામ જાહેર કરાયા

આ પછી, આ બંને ટીમો વચ્ચે 1 માર્ચથી 28 માર્ચ સુધી ટેસ્ટ શ્રેણી રમવાની છે. ઈંગ્લેન્ડે 1 માર્ચથી પ્રેક્ટિસ મેચ રમવાની છે. આ પછી સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 8 થી 12 માર્ચ સુધી રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ 16 થી 20 માર્ચ અને શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ 24 માર્ચથી 28 માર્ચ સુધી રમાશે.