India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 મેચ રદ્દ કરવામાં આવી છે. કેનબેરાના મેદાન પર ઓસ્ટ્રેલિયા (Australia) એ ટોસ જીતીને ભારત (India) ને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. ભારતીય ઇનિંગ દરમિયાન વરસાદને કારણે મેચ બે વાર રોકવી પડી હતી. મેચ રદ થઈ ત્યારે ભારતે એક વિકેટ ગુમાવીને 97 રન બનાવ્યા હતા.
વરસાદના વિધ્ન પછી જ્યારે મેચ પહેલી વાર શરૂ થઈ, ત્યારે ઓવરની સંખ્યા ઘટાડીને મેચ 18-18 ઓવરની કરવામાં આવી. ભારતે 35 રનમાં અભિષેક શર્મા (Abhishek Sharma) 19 ની વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 39 અણનમ અને શુભમન ગિલ 37 અણનમ એ પછી કાંગારૂ બોલરોને ધોઈ કાઢ્યા હતા.
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમને અભિષેક અને શુભમન ગિલ (Shubhman Gill)ની જોડીએ સારી શરૂઆત આપી. અભિષેક 19 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ આઉટ થતા પહેલા તેણે ભારતીય ઇનિંગ્સનો સૂર સેટ કરી દીધો હતો. ભારતની ઇનિંગ્સના પાંચ ઓવર પૂર્ણ થયા હતા જ્યારે વરસાદે પહેલી વાર મેચમાં વિક્ષેપ પાડ્યો, જેના કારણે મેચ લગભગ 40 મિનિટ માટે રોકાઈ ગઈ. જ્યારે મેચ ફરી શરૂ થઈ, ત્યારે તેને ઘટાડીને 18 ઓવર કરવામાં આવી.
વરસાદ બંધ થયા પછી, શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) મેદાનમાં ચારે બાજુ રન બનાવ્યા. બંનેએ 35 બોલમાં 62 રનની ભાગીદારી કરી હતી અને બંને ધીમે ધીમે પોતાની અડધી સદી તરફ આગળ વધી રહ્યા હતા. 9.4 ઓવર સુધી બધું બરાબર હતું, પણ પછી વરસાદે મેચમાં વિક્ષેપ પાડ્યો. આ પછી ભારે વરસાદને કારણે મેચ રદ કરવી પડી. હવે શ્રેણીની બીજી મેચ 31 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.
આ મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ એક ખાસ સિદ્ધિ હાંસલ કરી. કેપ્ટન સૂર્યાએ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 150 છગ્ગા પૂરા કર્યા. સૂર્યા ભારતનો બીજો ક્રિકેટર છે જેણે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 150 કે તેથી વધુ છગ્ગા ફટકાર્યા છે. તેમના પહેલા ફક્ત રોહિત શર્માએ જ આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે સૂર્યા એકંદર યાદીમાં પાંચમા ક્રમે છે. રોહિત શર્મા ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન છે, જેણે આ ફોર્મેટમાં 205 છગ્ગા ફટકાર્યા છે.
આ પણ વાંચો:વર્લ્ડ કપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર
આ પણ વાંચો:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડમાં શું છે મોસમનો મિજાજ?
આ પણ વાંચો:ભારત અને ઓસ્ટ્રેલિયાની સેનાઓએ સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો, સંરક્ષણ સંબંધો વધારવા પર ચર્ચા થઇ
