Surat News/ એક કપ ચા માટે કલાક રાહ જોવી પડી પૂર્વ મુખ્યમંત્રીને! વૈભવી સર્કિટ હાઉસ અને રેઢિયાળ કામગીરી

. છેલ્લે એક કલાક બાદ તેમને ચા મળતાં કાર્યક્રમમાં જવાનું પણ મોડું થઈ ગયું હતું.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: અંધેર વહીવટનું વધુ એક ઉદાહરણ સુરત(Surat)માં જોવા મળ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા(Shankarsinh Vaghela)ને કલાકો સુધી તડપાવ્યા હોવાનું બહાર આવતા અંદરોઅંદર સર્વિસ કરનાર નોકરની બદલી કરી દેવાની માગ ઉઠી છે. પૂર્વ મુખ્યમંત્રીને એક કપ ચાનો કડવો અનુભવ થયો છે.

સુરત શહેરમાં લક્ઝુરિયસ સર્કિટ હાઉસ(cicuit house)માં રામભરોસે કારભાર ચાલી રહ્યો હોવાનો પૂર્વ મુખ્યમંત્રીને કદાચ આજીવન યાદ રહી જાય તેવો અનુભવ થયો છે. રાષ્ટ્રપતિથી  લઈને મુખ્યમંત્રી જે સરકારી આવાસ સર્કિટ હાઉસમાં રોકાણ કરે છે તેનો ખરાબ અનુભવ મંત્રીને થતાં રેઢિયાર કામગીરી સામે આવી છે. 6 ફેબ્રુઆરીએ પૂર્વ સી.એમ. સુરત એક કાર્યક્રમમાં આવ્યા હતા, સર્કિટ હાઉસમાં તેમને ચોથા માળે દમણગંગામાં રૂમ ફાળવાયો હતો. સવારે 8 વાગ્યે તેમણે ચાનો ઓર્ડર આપ્યો હતો.

કલાક થઈ જતા ચા ન આવતા તેમણે સ્વયં રસોડામાં જઈને પૂછપરછ કરી હતી. છેલ્લે એક કલાક બાદ તેમને ચા મળતાં કાર્યક્રમમાં જવાનું પણ મોડું થઈ ગયું હતું. અંદરના સૂત્રોનું કહેવું છે કે મંત્રીને કડવો અનુભવ થયા બાદ તાત્કાલિક મેનેજરની બદલી કરી દેવી જોઈએ. કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતી નોકરીમાં લાલિયાવાડી સામે આવતા આગામી દિવસોમાં કોઈ નિર્ણય લેવાય તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહત્વપૂર્ણ બેઠક

આ પણ વાંચો:વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ, આજે બપોરે ગાંધીનગર સર્કિટ હાઉસમાં ભોજન સમારોહ, વડાપ્રધાન મોદી લેશે

આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જામનગર આવશે જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે શનિવારે સવારે દ્વારકા