Ahmedabad/ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહત્વપૂર્ણ બેઠક

અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજી છે. આ બેઠકમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે. જેમાં રાજ્યના વિવિધ મહત્વના પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. તેમજ લોકસભા વિસ્તારના વિકાસના કાર્યોની પણ સમીક્ષા થઇ રહી છે.

Top Stories Ahmedabad Gujarat
Untitled 116 અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહત્વપૂર્ણ બેઠક
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહત્વપૂર્ણ બેઠક
  • અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે યોજી મહત્વપૂર્ણ બેઠક
  • લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યના 10 મહત્વના પ્રોજેક્ટ અંગે બેઠક
  • સીએમ ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી બેઠકમાં હાજર
  • મુખ્ય સચિવ સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર

દેશના ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. આજે રથયાત્રાના પવન પર્વના દિવસે સવારે મંગળ આરતીમાં ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. જે બાદ ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે પોતાના લોકસભા વિસ્તારમાં કુલ 73 કરોડના પ્રજાલક્ષી વિકાસકાર્યોની ભેટ ધરી હતી. અને હાલ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજી છે. આ બેઠકમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે. જેમાં રાજ્યના વિવિધ મહત્વના પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. તેમજ લોકસભા વિસ્તારના વિકાસના કાર્યોની પણ સમીક્ષા થઇ રહી છે.

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહએ અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠકોનું આયોજન કર્યું છે. જેમાં ઘણાં નેતાઓની સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

અમિત શાહે આજે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં 75 કરોડના કાર્યનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં ન્યુ રાણીપ વિસ્તારમાં ગાર્ડનનું લોકાર્પણ કર્યું છે અને સાથે જ જગતપુરમાં ગોદરેજ ગાર્ડન સીટી પાસેના રેલવે ફ્લાઇઓવરનું પણ તેઓ ઉદ્ઘાટન કર્યું છે.

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનો પ્રારંભ થયો છે. તે પહેલા આજે સવારે મંગળા આરતીમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો. સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ગૃહમંત્રી અમિત શાહ પણ પરિવાર સાથે પહોંચ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ સવારે સાત વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘પહિંદ’ વિધિ કરીને રથયાત્રાને મંદિરેથી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પણ વાંચો:બનાસકાંઠામાં ભારે વરસાદના લીધે બેના મોત

આ પણ વાંચો:રેલવે કુંભમેળાને લઈને સ્પેશ્યલ 800 ટ્રેન દોડાવશે

આ પણ વાંચો:શક્તિસિંહ ગોહિલ સોમવારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખનો કાર્યભાર સંભાળશે

આ પણ વાંચો:અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે કેટલા રસ્તા પર ડાયવર્ઝન, કેટલા બંધ તે જાણો