કુંભ મેળાને લઈને રેલ્વેએ અત્યારથી જ તૈયારીઓ Kumbemela આદરવા માંડી છે. રેલવેએ કુંભમેળા માટે સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાની યોજના પણ બનાવી છે. આ ટ્રેનો દેશના ખુણે-ખુણેથી મુસાફરોને લઈને આવશે.તેના હેઠળ દેશના ખૂણે-ખૂણેથી મુસાફરોને કુંભ મેળામાં લઈ જવા માટે 800થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના બનાવવામાં આવી છે.
ફક્રેત આટલું જ નહીં રેલવે પોતે કુંભમેળા માટેની Kumbemela સ્પેશ્યલ ટ્રેનો માટે દિલ્હીમાં ખાસ કંટ્રોલ રૂમ પણ ખોલવાનું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં કંટ્રોલ ઓફિસનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કુંભ મેળાની વ્યવસ્થા અંગે રેલવે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. રેલ્વે મંત્રીએ કહ્યું કે જાન્યુઆરી 2025ના 6 મુખ્ય સ્નાન દિવસ માટે 800થી વધુ મેળા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. કુંભમેળામાં 15 કરોડથી વધુ લોકો મુલાકાત લેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
મુસાફરોની સુવિધાઓ સહિત વિવિધ કામો માટે રૂ. 837 કરોડ મંજૂર કરવામાં Kumbemela આવ્યા છે. યાત્રાળુઓના ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે NCR, NER અને NRના કુલ નવ સ્ટેશનોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રેલવે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ઉત્તરપ્રદેશમાં તેના વિવિધ યાર્ડોનો ઉપયોગ કરવાનું પણ આયોજન ધરાવે છે.
રેલવે મંત્રીએ કંટ્રોલ ઓફિસનું પણ નિરીક્ષણ કર્યું હતું Kumbemela અને કંટ્રોલ ઓફિસના અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને ટ્રેનની અવરજવરની સલામતી સુનિશ્ચિત કરવા સૂચના આપી અને કહ્યું કે તેની સાથે બાંધછોડ ન કરવી જોઈએ. તેની સાથે જ જાળવણી, સ્વચ્છતા અને અન્ય સમસ્યાઓને યોગ્ય રાખવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કુંભની તૈયારીઓ સંબંધિત Kumbemela તમામ કામ સમયસર પૂર્ણ થવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, રેલવે હાલમાં ઉનાળા માટે વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. આ ઉપરાંત, તે સમયાંતરે વિશેષ ટ્રેનોનું સંચાલન કરે છે, જેથી લોકોને મુસાફરીમાં અસુવિધાનો સામનો ન કરવો પડે.
આ પણ વાંચોઃ #Conversion/ ઉપસરપંચનું ધર્મપરિવર્તન માટે દબાણઃ વૃદ્ધ દંપતીની હિજરત
આ પણ વાંચોઃ Gujarat Congress/ શક્તિસિંહ ગોહિલ સોમવારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખનો કાર્યભાર સંભાળશે
આ પણ વાંચોઃ Cricket/ વિરાટ કોહલીની સંપત્તિ એક હજાર કરોડને પાર, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે લે છે આટલી રકમ,જાણો
આ પણ વાંચોઃ રથયાત્રા/ અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે કેટલા રસ્તા પર ડાયવર્ઝન, કેટલા બંધ તે જાણો
આ પણ વાંચોઃ નિવેદન/ લોકસભાની આગામી ચૂંટણીને લઇને કપિલ સિબ્બલે આપ્યું મોટું નિવેદન, જો વિપક્ષ આ રણનીતિ અપનાવે તો UPA-3ની સરકાર બની શકે છે!