Gujarat Congress/ શક્તિસિંહ ગોહિલ સોમવારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખનો કાર્યભાર સંભાળશે

ગાંધી આશ્રમથી પાલડી સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય સુધીની લાંબી પદયાત્રામાં શક્તિસિંહ ગોહિલની સાથે હજારો સમર્થકો જોડાયા હતા

Top Stories Gujarat
3 2 3 શક્તિસિંહ ગોહિલ સોમવારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખનો કાર્યભાર સંભાળશે

ગુજરાત કોંગ્રસ પ્રમુખ તરીકે હાઇકમાન્ડે શક્તિસિંહ ગોહિલની નિમણૂંક કરી છે. શક્તિસિંહની નિમણૂંક કરીને પાર્ટી હાઇક્માન્ડે નિર્દેશ આપ્યો છે કે રાજ્યમાં ધરખમ ફેરફાર સંગઠન લેવલે કરવામાં આવશે. ગુજરાતથી રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે વરણી થતા જ તેઓ ક્યારે કાર્યભાર સંભાળશે તે નક્કી ન હતું પરતું સૂત્રોના જણાવ્યા અનુસાર શક્તિસિહ ગોહિલ આવતીકાલે પ્રદેશ અધ્યક્ષનો કાર્યભાર સંભાળશે.

આજે અમાસ હોવાથી આજે શક્તિસિંહ ગોહિલે કાર્યભાર સંભાળ્યો ન હતો,પરતું તે આવતીકાલે જગન્નાથ ભગવાનના આર્શીવાદ લઇને કાર્યભાર સંભાળશે,ઉલ્લેખનીય છે કેઆજે શક્તિસિંહ ગોહિલે ગાંધી આશ્રમમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી આશીર્વાદ લીધા હતા. જે બાદ અહીં પ્રાર્થના સભામાં પણ હાજરી આપી હતી.ગાંધી આશ્રમથી પાલડી સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય સુધીની લાંબી પદયાત્રામાં શક્તિસિંહ ગોહિલની સાથે હજારો સમર્થકો જોડાયા હતા.

કોંગ્રેસ કાર્યાલય  પહોંચીને શક્તિસિંહે કહ્યું હતું કે, આપણા ગુજરાતમાં યુવાનોને રોજગારી, ખેડૂતોને સારા ભાવ, અસહ્ય મોંધવારી, પશુઓના ગૌચર, ફિક્સ પગાર, પેપર ફૂટવા, નાના વેપારીને સમસ્યા, કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરીસ્થિતિ, અતિશય ભષ્ટાચાર જેવી અનેક સમસ્યાઓ છે. એવામાં કોંગ્રેસ પક્ષ જનતાના પ્રશ્નોને વાચા આપશે.