Not Set/ સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચુંટણીના પરિણામ જાહેર જાણો કોણ બન્યું વિજેતા…

કામરેજ સુગર મિલ ની વ્યવસ્થાપક સમિતિની ચુંટણીના પરિણામ જાહેર થયા છે. વર્તમાન પ્રમુખ જયેશ પટેલ નો કારમો પરાજય થયો છે. જયારે સુરત જીલ્લા પંચાયતના માજી પ્રમુખ વિજેતા બન્યા છે.

Top Stories Gujarat Surat
TEMPLE VIZIT 8 સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચુંટણીના પરિણામ જાહેર જાણો કોણ બન્યું વિજેતા...

@મુકેશ રાજપૂત, સૂરત.

કામરેજ સુગર મિલ ની વ્યવસ્થાપક સમિતિની ચુંટણીના પરિણામ જાહેર થયા છે. વર્તમાન પ્રમુખ જયેશ પટેલ નો કારમો પરાજય થયો છે. જયારે સુરત જીલ્લા પંચાયતના માજી પ્રમુખ વિજેતા બન્યા છે.

ગઈકાલે યોજાયેલી કામરેજ સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચુંટણીની આજરોજ મત ગણતરી કામરેજ સુગર મિલ ખાતે યોજાઈ હતી. જેમાં ભારે અપસેટ સર્જાયો હતો. વર્તમાન પ્રમુખ  જયેશ પટેલ તેમજ પીઢ રાજકારણી અને જીલ્લા પંચાયતના માજી પ્રમુખ અશ્વિન પટેલ વચ્ચે સીધો ચુંટણી જંગ જામ્યો હતો. જોકે જેમ જેમ પરિણામ જાહેર થતા ગયા એમ અશ્વિન પટેલના ચુંટણી નિશાન ત્રાજવાના ઉમેદવારો એક બાદ એક જીત નોંધાવતા ગયા હતા.

જોકે જીતેલા ઉમેદવાર અશ્વિન પટેલ તમામ જીતેલાને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ સ્પષ્ટ પણે સ્વીકાર્યું હતું કે કામરેજ સુગર મિલની વહીવટ ખાડામાં જઈ રહ્યો છે અને નાણાકીય અસલામતી ઉભી થઇ છે ત્યારે એક વખત સભાસદોને કડવો ઘૂંટ પીવડાવો પડે તો પણ પીવડાવીને એમને ભવિષ્યના સાયણ સુગર ના અનુભવને કામે લગાડી સુગર ને ફરીથી લોન અને ઓવર ડ્રાફ્ટ ના ખપ્પર માંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવશે.

જોકે સુગર મિલની ચુંટણીમાં સૌથી મોટો ઉલટફેર પીપોદરા બેઠક પર સર્જાયો હતો. વર્તમાન પ્રમુખ જયેશ પટેલ અને લઘુમતી સમાજના આગેવાન અફજલ વચ્ચેના ચુંટણી જંગમાં લઘુમતી સમાજના આગેવાન અફજલ પઠાણએ જયેશ પટેલને કારમી હાર આપી હતી અને ૯૪ મતે વિજય મેળવ્યો હતો

કામરેજ સુગર મિલની કુલ ૧૮ બેઠકો છે જે પેકી ૫ બેઠકો બિન હરીફ થઇ હતી. બાકીની ૧૩ બેઠકો પર યોજાયેલી ચુંટણીમાં ૧૧  બેઠક ત્રાજવા ને ફાળે ગઈ હતી જયારે બાકી ની ૨ બેઠકો અપક્ષ ના ફાળે ગઈ હતી જોકે ત્રાજવાની ૧૧ બેઠકો સુરત જીલ્લા પંચાયત ના માજી પ્રમુખ અશ્વિન પટેલની હોઈ અને બિન હરીફ ૫ પેકી ની ૪ બેઠકો પણ અશ્વિન પટેલ બાજુ હોઈ અશ્વિન પટેલ નું પ્રમુખ બનવું હાલ નક્કી છે.

સુરત / આત્મનિર્ભર કિન્નર : દાપુ માંગીને નહિ આવી રીતે ચલાવે છે ગુજરા…

Strange / કોરોનાની રસી મનુષ્યને મગરમચ્છ બનાવશે તો મહિલાઓને આવશે દાઢી, …

ધિંગા ગવર / એક એવો તહેવાર જ્યાં છોકરીઓ કુંવારા છોકરાઓને મારે છે દંડો, જે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…