- 5808 હેક્ટર જમીનમાં ખેતી કરતાં 2,700 ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે
- 317 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે 118 કિ.મી. લાંબી પાઇપલાઇન તળાવો-ચેકડેમ ભરવા માટે નાખવામાં આવશે
- ખેરાલુ અને સતલાસણાના ગામોના ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા પાણી આપવામાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બે તાલુકા CM Decision-Farmer સતલાસણા અને ખેરાલુના 53 ગામોનાં તળાવો અને ચેકડેમ મળીને કુલ 74 તળાવો , ચેક ડેમ સાબરમતી જળાશય (ધરોઈ) યોજનાના પાણીથી ભરવાનો ખેડૂત હિતકારી નિર્ણય કર્યો છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ ખાતે સાબરમતી નદી પર બાંધવામાં આવેલા ધરોઈ બંધના કમાન્ડ એરિયાની ભૌગોલિક સ્થિતિ મુજબ આ બે તાલુકાના 37 ગામનો સમાવેશ કમાંડ એરિયા માં થઈ શક્યો નથી.
આ તાલુકાઓના ખેડૂતો મુખ્યત્વે પશુપાલન અને ખેતી CM Decision-Farmer આધારિત રોજગારી મેળવે છે. આ વિસ્તારમાં વરસાદની અનિયમિતતાના કારણે ભૂગર્ભ જળસ્તર પણ ઊંડા ઊતરી ગયા છે. એટલું જ નહિ, સિંચાઇ અને પશુપાલન માટે તેમને પૂરતું પાણી મળી શકતું નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સમસ્યાના નિવારણ માટે આ વિસ્તારોના ખેડૂતો અને આગેવાનોએ કરેલી રજૂઆતોનો તેમણે સકારાત્મક અને સંવેદનાપૂર્ણ પ્રતિસાદ આપતાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણય અનુસાર ધરોઈ બંધના પાણીના CM Decision-Farmer આ બે તાલુકાના ગામોમાં ઉપયોગ માટે નવીન પાઈપલાઈન નાખીને ખેરાલુ તથા સતલાસણા તાલુકાના તળાવો ભરીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તદઅનુસાર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના આશરે 53 ગામોના તળાવો અને આઠ ચેકડેમને સીધા જોડાણથી તથા આઠ તળાવો અને પાંચ ચેકડેમને પરોક્ષ રીતે એમ કુલ 74 તળાવો-ચેકડેમ દ્વારા 5,808 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી આપી શકાશે.
આ હેતુસર વિસ્તરણ પાઈપલાઈન સાથે કુલ 118.14 કિલોમીટર લાંબી CM Decision-Farmer પાઈપલાઈન નાખવામાં આવશે તથા બે તાલુકાના 2,700 થી વધુ ખેડૂતોને સિંચાઈ સુવિધા આપવાના આયોજન માટે રાજ્ય સરકાર 317 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ તળાવો ધરોઈ બંધના પાણીથી તબક્કાવાર ભરવા માટે કુલ 400 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો આ જળાશયમાંથી લેવામાં આવશે.
આ પણ વાંચોઃ Imrankhan-Army/ ઇમરાનનો પાક લશ્કરને જવાબ, રાજકારણમાં બહુ રસ હોય તો પોતાનો પક્ષ બનાવી કૂદી પડો
આ પણ વાંચોઃ CBI Director Selection/ સીબીઆઇના ડિરેક્ટર તરીકે ત્રણ વરિષ્ઠ આઇપીએસ શોર્ટલિસ્ટ
આ પણ વાંચોઃ મોચા વાવાઝોડું/ વાવાઝોડું મોચા વધુ તીવ્ર બન્યુંઃ પ્રતિ કલાક 250 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી
