Gujarat News : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)એ આજે, 15 એપ્રિલે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે અને કુલ પરિણામ ખૂબ જ સારૂ રહ્યું છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in અને cbse.gov.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે.
દીકરીઓનું ઉત્તમ પ્રદર્શન
આ વર્ષે પણ છોકરીઓએ છોકરાઓની સરખામણીએ વધુ સારું પરિણામ(Results) મેળવ્યું છે. પાસ થવાની ટકાવારીમાં દીકરીઓ આગળ રહી છે. બોર્ડે ટોપર્સની સત્તાવાર યાદી જાહેર કરી નથી, પરંતુ વિષયવાર શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ આપવામાં આવશે.
DigiLocker અને UMANG એપ દ્વારા ઝડપી પરિણામ
વેબસાઇટ પર ભારે ટ્રાફિકને કારણે વિદ્યાર્થીઓ DigiLocker અને UMANG એપ દ્વારા પણ પોતાનું ડિજિટલ માર્કશીટ ઝડપથી ડાઉનલોડ કરી શકે છે. પરિણામની લિંક UMANG એપ પર પણ સક્રિય કરવામાં આવી છે.
પરિણામ કેવી રીતે ચેક કરવું?
- સૌથી પહેલા results.cbse.nic.in વેબસાઇટ ખોલો
- “Secondary School Examination (Class X)” લિંક પર ક્લિક કરો
- તમારો રોલ નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડ ID દાખલ કરો
- “Submit” બટન દબાવતા જ પરિણામ સ્ક્રીન પર દેખાશે
- તમે પરિણામ ડાઉનલોડ પણ કરી શકો છો
પરિણામના આંકડા અને આગળની તક
આ વર્ષે 26 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી લગભગ 93.6% વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે વિદ્યાર્થીઓ એક-બે વિષયમાં નાપાસ થયા છે અથવા પોતાના માર્ક્સથી સંતોષી નથી, તેમને ચિંતા કરવાની જરૂર નથી. CBSE 15 મે 2026થી બીજી બોર્ડ પરીક્ષા યોજવાની તૈયારી કરી રહ્યું છે, જેના માટેની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.
