Ahmedabad News : ક્રિકેટ સટ્ટા બેટિંગના ગુનામાં ચાર્જશીટ ઝડપથી કરવા માટે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈએ રૂ.10,00,000 ની લાંચની માંગણી કરી હતી. જોકે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ સિવાયના બે પોલીસોની એન્ટી કરપ્શન બ્યુરો (એસબી)એ ધરપકડ કરી હતી.
આ કેસની વિગત મુજબ આ કેસના ફરિયાદી સામે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ક્રિકેટ સટ્ટા બેટિંગનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ચાર્જશીય ઝડપથી દાખલ કરવા માટે સાયબર ક્રાઈમના પી.આઈ.બી.એમ.પટેલ અને હેડ કોન્સ્ટેબલ અમથાભાઈ કે.પટેલને રૂબરૂ મળ્યા હતા. જેમાં પીઆઈએ ઝ[પથી ચાર્જશીટ કરવા માટે 10 લાખની લાંચ માંગી હતી અને આ રકમ આરોપી અમથાભાઈને આપી દેવા કહ્યું હતું.
જોકે ફરિયાદીએ આ અંગે એસીબીમાં ઉપિયાદ નંદાવતા અધિકારીઓએ સિંધુભવન હોલની બાજુમાં જાળ બિછાવીને હેડકોન્સ્ટેબલ અમથાભાઈ અને એએસઆઈ ગૌરાંગકુમાર ડી.ગામેતીને લાંચ લેતા ઝડપી લીધા હતા. જોકે આરોપી પીઆઈ બી.અમ.પટેલ ઝડપાયા ન હતા. આથી પોલીસે તેમની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી
આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો
આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત
