દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં રવિવારની રાત્રે વિદ્યાર્થીઓ પર થયેલી હિંસાનાં વિરોધમાં દેશવ્યાપી દેખાવો થયા છે. દરમિયાન, જેએનયુ હિંસાનાં વિરોધમાં કોલકાતામાં સુલેખા મોડ નજીક જાદવપુર યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જે બાદ પોલીસે વિદ્યાર્થીઓને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જો કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.
જેએનયુ હિંસાનાં વિરોધમાં જાદવપુર યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ સોમવારે કોલકાતામાં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ભાજપની રેલી પણ નિકળી રહી હતી. જાદવપુર યુનિવર્સિટીની વિદ્યાર્થીઓની રેલી અને ભાજપની રેલી આમને-સામને આવી હતી. બંને પક્ષો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઇ હતી અને આ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પોલીસ બેરીકેડ પણ તૂટી ગયા હતા. આ સમય દરમિયાન પરિસ્થિતિ ખૂબ જ તંગ બની ગઇ હતી. પરિસ્થિતિને સામાન્ય કરવા પોલીસને લાઠીચાર્જનો ઉપયોગ કરવો પડ્યો હતો.
DC Jadavpur, Sudip Sarkar: While we were chasing BJP workers some Jadavpur University (JU) students entered the mob. We could not differentiate the JU students from BJP workers who were burning tyres. We did not lathicharge JU students. #WestBengal https://t.co/cWsHqtSZ6Q pic.twitter.com/GhKPZildCt
— ANI (@ANI) January 6, 2020
બંને વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બંને પક્ષનાં સમર્થકો આ વિસ્તારમાં વિરોધ કરી રહ્યા છે. જાદવપુરનાં ડીસી સુદીપ સરકારે કહ્યું કે, જ્યારે અમે ભાજપનાં કાર્યકરોનો પીછો કરી રહ્યા હતા, ત્યારે જાદવપુર યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ ભીડમાં જોડાયા હતા. અમે વિદ્યાર્થીઓ અને કાર્યકરો વચ્ચે ભેદ પારખી શક્યા નહીં, જે ટાયર સળગાવી રહ્યા હતા. અમે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ નથી કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
