IPL 2023/ ધોનીની સ્ટમ્પિંગ ઓલ ટાઇમ હિટ,માત્ર 0.12 સેકન્ડમાં શુભમન ગિલ આઉટ, જુઓ વીડિયો

IPL 2023 ની ફાઈનલ મેચમાં શુભમન ગિલ ધોનીની સ્ટમ્પિંગનો શિકાર બન્યો છે. જાડેજાના બોલ હવામાં લહેરાતા ગિલ સંપૂર્ણ રીતે ઓવર બોલ્ડ થયો હતો

Top Stories Sports

આંખના પલકારા ઝબકતા પ પહેલા જ સ્ટમ્પ વેરવિખેર કરનાર એમએસ ધોની છે. 41 વર્ષની ઉંમરે વિકેટ પાછળ માહીનો જાદુ ફરી એકવાર જોવા મળ્યો છે. IPL 2023 ની ફાઈનલ મેચમાં શુભમન ગિલ ધોનીની સ્ટમ્પિંગનો શિકાર બન્યો છે. જાડેજાના બોલ હવામાં લહેરાતા ગિલ સંપૂર્ણ રીતે ઓવર બોલ્ડ થયો હતો. ગિલે પણ ક્રિઝ પર પાછા ફરવાનો પ્રયાસ કર્યો, તે પહેલાં માહીએ ચિત્તા જેવી ચપળતા દર્શાવતા સ્ટમ્પને વિખેરી નાખ્યા હતા.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા શુભમન ગિલ અને સાહાએ ગુજરાત ટાઇટન્સને શાનદાર શરૂઆત અપાવી હતી. દરેક મેચની જેમ આ મેચમાં પણ ગિલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો અને તેણે 20 બોલમાં 39 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં કેપ્ટન ધોનીએ બોલિંગ માટે રવિન્દ્ર જાડેજાને આક્રમણ પર મૂક્યું હતું. ઈનિંગની સાતમી ઓવરના છેલ્લા બોલ પર ગીલને પોતાની સ્પિન નેટમાં ફસાવવામાં જાડેજા પણ સફળ રહ્યો હતો.

જાડેજાની ઓવરનો છેલ્લો બોલ થોડો ટર્ન થયો અને શુભમન ગિલ બોલને ફટકારવાના પ્રયાસમાં ક્રિઝની બહાર ગયો. વિકેટની પાછળ ઉભેલા એમએસ ધોનીએ ગિલને ક્રિઝની અંદર પાછા ફરવાની કોઈ તક આપી ન હતી અને એક સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં સ્ટમ્પ કરીને તેની ઇનિંગ્સનો અંત કર્યો હતો. શુભમન ગિલ જાડેજા અને ધોની દ્વારા વણાયેલી નેટમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો અને તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.