Tech: જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે અને તમે તેને એકવાર પણ અપડેટ કર્યું નથી. તો તમે 14 જૂન, 2024 સુધી મફતમાં આધાર અપડેટ કરી શકો છો. જો તમે આ પછી આધાર અપડેટ કરો છો, તો તમારે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. UIDAIએ આધાર યુઝર્સને સલાહ આપી છે કે જો તેમનો આધાર 10 વર્ષ જૂનો છે અને તેના ઈસ્યુ પછી ક્યારેય અપડેટ કરવામાં આવ્યો નથી, તો આવા યુઝર્સે ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો અપલોડ કરવો જોઈએ.
છેલ્લા 10 વર્ષમાં ઘણા લોકોએ તેમનું સરનામું બદલ્યું હશે. આવી સ્થિતિમાં, સરકારે મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની સુવિધા આપી છે. જો કે, આનો અર્થ એ નથી કે જો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી, તો તમારું આધાર કાર્ડ બગડી જશે. UIDAI દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પીવીસી કાર્ડ, ઈ-આધાર, mAadhaar, આધાર પત્ર જેવા તમામ પ્રકારના આધાર માન્ય રહેશે.
આધારને મફતમાં અપડેટ કરવાની અંતિમ તારીખ 15 ડિસેમ્બર 2023 હતી, જેને ત્રણ મહિના વધારીને 14 જૂન 2024 કરવામાં આવી હતી, જેથી વધુને વધુ આધાર વપરાશકર્તાઓ મફત સેવાનો આનંદ લઈ શકે.
યુઝર્સ 14 જૂન પહેલા UIDAIની વેબસાઈટ પર જઈને આધારનું નામ અને સરનામું બદલી શકે છે. આ કામ સામાન્ય સેવા કેન્દ્ર એટલે કે CSC થી ભૌતિક રીતે કરી શકાય છે. જો કે, તમારે CSC પર 50 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે તમે myAadhaar પોર્ટલ દ્વારા મફતમાં આધાર અપડેટ કરી શકો છો.
આધાર એડ્રેસ પ્રૂફ કેવી રીતે અપલોડ કરશો
સૌથી પહેલા https://myaadhaar.uidai.gov.in/ પર જાઓ.પછી લોગિન કરો અને નામ, લિંગ, જન્મ તારીખ અને સરનામું અપડેટ પસંદ કરો. આ પછી અપડેટ આધાર ઓનલાઈન વિકલ્પ પસંદ કરો.
પછી તમારે એડ્રેસ વિકલ્પ પસંદ કરવો પડશે અને Aadhaa અપડેટ કરવા માટે આગળ વધો પર ક્લિક કરવું પડશે.
આ પછી, દસ્તાવેજની સ્કેન કરેલી નકલ અને ફિંગરપ્રિન્ટ અને આઇરિશ સ્કેન માહિતી દાખલ કરવાની રહેશે.
આધાર ઓનલાઈન કેવી રીતે અપડેટ કરવું
સૌથી પહેલા તમારે https://myaadhaar.uidai.gov.in/ ની મુલાકાત લેવાની રહેશે. આ પછી તમારે આધાર નંબરથી લોગિન કરવાનું રહેશે.
આ પછી ‘proceed to update address’ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
ત્યારબાદ તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન-ટાઇમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવશે.
આ પછી તમારે ‘Document Update’ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમે વિગતો જોશો.
આ પછી વિગતોની ચકાસણી કરવાની રહેશે અને પછી લાગુ હાઇપરલિંક પર ક્લિક કરો.
પછી ડ્રોપ ડાઉન મેનૂમાંથી ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો દસ્તાવેજો પસંદ કરવાના રહેશે અને ત્યારબાદ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
આ પછી તમારે ‘સબમિટ’ બટન પર ક્લિક કરવાનું રહેશે. પછી અપડેટ વિનંતી સ્વીકારવામાં આવે તે પછી, 14 અંકનો URN નંબર જનરેટ થશે.
આ પણ વાંચો: ગેમર્સની લત પર લાગશે લગામ! ભારત સરકાર લાવી શકે છે ચાઈના રૂલ…
આ પણ વાંચો: 26 વર્ષના યુવાનની કમાલ, જાણીતી કંપનીને યુટ્યુબ પર પછાડી
આ પણ વાંચો: વોટ્સએપ લાવ્યું ફોટો અને વીડિયો શેરિંગ માટે નવું ફીચર
