નર્મદા/ રાજપીપળામાં અશાંતધારા લાગુ થતા સ્થાનિકોમાં અનેરો આનંદ, તંત્રે પણ કરી તૈયારીઓ

રાજપીપળા શહેરમાં અગાઉ વિશાવગાના રહીશો, શ્રીનાથજી મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને રાજપીપળા અને વિવિધ વિસ્તારોના લોકોએ રજૂઆત કરી હતી.

Gujarat Others
રાજપીપળા

નર્મદાના રાજપીપળા શહેરમાં અશાંતધારા લાગુ થતા સ્થાનિકોમાં અનેરો આનંદ છવાયો છે રાજપીપલા કેટલાક વિસ્તારો જેવા કે દરબાર રોડ, શ્રીનાથજી હવેલી, વિશાવગા, માલીવાડ, પારેખ ખડકી, સહિતના હિન્દૂ મુસ્લિમ વસ્તીવાળા વિસ્તાર નજીકમાં હોય મંદિર હોવાથી ધાર્મિક સ્થળોની આજુબાજુના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માં આવ્યો છે. જેને લઈને તંત્ર દ્વારા અમલવારી પણ હાથ ધરવામાં આવી છે.

રાજપીપળા શહેરમાં અગાઉ વિશાવગાના રહીશો, શ્રીનાથજી મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને રાજપીપળા અને વિવિધ વિસ્તારોના લોકોએ રજૂઆત કરી હતી.

છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાને પણ સ્થાનિકોએ રજૂઆત કરતા ગીતાબેન રાઠવાએ મહેસુલ મંત્રીને રજૂઆત કરી હતી.જે તે સમયે મહેસુલ મંત્રીની સૂચનાથી અશાંતધારા લાગુ કરવા કાર્યવાહી કરવા મંત્રાલય દ્વારા નર્મદા જિલ્લા કલેક્ટરને લેખિત હુકમ અપાયો હતો.

આ તમામની વચ્ચે ગુજરાત સરકારે રાજપીપળા શહેરના અમુક વિસ્તારમા અશાંતધારો લાગુ કર્યો છે. જેમાં વિશવગા, સોનીવાડ, ભરાવાની ખડકી, શેઠ ફળીયા શ્રીનાથજી મંદિર, આશાપુરા મંદિર નજીકનો વિસ્તાર, શ્રીનાથજી મંદિર નજીકનો વિસ્તાર, સફેદ ટાવર નજીકનો કોહિનૂર હોટેલના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાનો હુકમ કર્યો છે.જે અમે.આવકારીએ છે.હોવી પ્રતિબંધો લાગતા અમારા હિન્દૂ વિસ્તારોના ઘરો સસ્તા કોઈ પડાવી નહીં લે એવી સ્થાનિકો માં ખુશી છવાઈ હતી.

આ પણ વાંચો:લીંબડીમાં બે ભાઈઓએ એક જ યુવક પર કર્યું ફાયરીંગ, દુષ્કર્મ સાથે જોડાયેલો છે મામલો

આ પણ વાંચો:સચિન વિસ્તારમાં 16 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત, કારણ જાણીને તમે [પણ રહી જશો દંગ

આ પણ વાંચો:પોલીસનું “નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન”, વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયુ 51.1 ગ્રામ