ડાયમંડ સીટી/ પોલીસનું “નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન”, વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયુ 51.1 ગ્રામ

કતારગામ પોલીસે બાઇક પર એમડી ડ્રગ્સ લઈને જતા બે આરોપીઓને પકડી પાડયા હતા. પકડાયેલા બન્ને પાસેથી પોલીસે 51.1 ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું હતું. આ ડ્રગ્સની કિંમત 5.11 લાખ રૂપિયા થવા પામે છે.

Gujarat Surat
ડ્રગ્સ

સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે શહેર પોલીસે ડ્રગ્સનું વેચાણ કરતા કે, પછી ડ્રગ્સની સપ્લાય કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી રહી છે. જેમાં કતારગામ પોલીસે ડ્રગ્સના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે.પોલીસની વાહન ચેકિંગ દરમિયાન બે લોકો લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે પકડાયા હતા.પકડાયેલા બન્ને શખ્સો પાસેથી પોલીસે 51.1 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યુ છે.જ્યારે ડ્રગ્સની કિંમત 5.11 લાખ રૂપિયા છે. ત્યારે પોલીસે ડ્રગ્સનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથધરી છે.

સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે શહેર પોલીસ દ્વારા ડ્રગ્સનું વેચાણ કરતા કે, પછી ડ્રગ્સની સપ્લાય કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે સુરતની કતારગામ પોલીસે ડ્રગ્સના મુદ્દામાલ સાથે બે ઈસમોની ધરપકડ કરી છે.

કતારગામ પોલીસ વાહન ચેકિંગમાં હતી તે વખતે બે લોકો લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે પકડાયા હતા. પકડાયેલા આરોપીઓમાંથી એકનું નામ મોહંમદ આશીફ અબુલ ખાલીક ગુલીધારા અને બીજાનું નામ આકીબ જુનેદ શેખ છે. પકડાયેલા બન્ને પાસેથી પોલીસે 51.1 ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું હતું. આ ડ્રગ્સની કિંમત 5.11 લાખ રૂપિયા થવા પામે છે. પોલીસે ડ્રગ્સનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:ભવિષ્યની આધ્યાત્મિક નગરીની ઝાંખી આપે છે પ્રમુખસ્વામી નગર

આ પણ વાંચો:આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનો થશે પ્રારંભ

આ પણ વાંચો:ફિફા વર્લ્ડ કપ 2022ઃ મેસીની પેનલ્ટી કિકે ક્રોએશિયા સામેની બાજી ફેરવી નાખી