Election/ વધુ એક જિલ્લામાં ભાજપમાં ભડકો, ટિકિટ કપાઈ જતા બે નેતાઓએ 500 કાર્યકર્તાઓ સાથે અલવિદા કર્યું

મહાનગરપાલિકા બાદ ભાજપે હવે નગરપાલિકા અને પંચાયતો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જો કે આ યાદી જાહેર થતાં જ કેસરિયા પક્ષમાં કકળાટ અને કજિયાએ ઘર કરી લીધું છે. આવું થવું પણ સ્વાભાવિક છે. ભાજપે ઉમેદવારોની યાદી

Top Stories Gujarat
bjp 6 વધુ એક જિલ્લામાં ભાજપમાં ભડકો, ટિકિટ કપાઈ જતા બે નેતાઓએ 500 કાર્યકર્તાઓ સાથે અલવિદા કર્યું

મહાનગરપાલિકા બાદ ભાજપે હવે નગરપાલિકા અને પંચાયતો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જો કે આ યાદી જાહેર થતાં જ કેસરિયા પક્ષમાં કકળાટ અને કજિયાએ ઘર કરી લીધું છે. આવું થવું પણ સ્વાભાવિક છે. ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતાં પહેલાં જ તે માટેના નિયમો જાહેર કર્યાં હતાં. અને આ નિયમો અનુસાર ઘણા જુના જોગીઓને ટીકીટ નથી મળી. ટીકીટ નહિ મળતા આ જુના જોગી હવે નારાજ થયા છે. અને કોંગ્રેસ કે આપ ના સહારે જઈ રહ્યા છે. અથવા અપક્ષ ઉમેદવારી નોધાવી રહ્યા છે. ગુજરાત માં જુદાજુદા સ્થળે ટીકીટ નહિ મળતા નેતા કોંગ્રેસમાં જોડાયા હોય તેવો ઘાટ  પણ સર્જાયો છે. તો કયાંક સંગઠન સાથે વર્ષોથી જોડાયેલા નહિ બોલી શકતા નેતાઓની આંખમાં જળજળીયાપણ આવી ગયા હતા.

Election / સુરતમાં AAPએ ફ્રુટની લારીવાળાના પુત્રને બનાવ્યો મુખ્ય ઉમેદવાર

ગઈકાલે ખાંભા, બારડોલી, મહેસાણા અને વેરાવળમાં ઉલટી ગંગા જોવા મળી હતી અને ટિકિટ માટે અપેક્ષિત હોવા છતાં ઉપેક્ષિત થયાની લાગણીના કારણે ભાજપ છોડી અન્ય પક્ષની વાટ પકડી હોવાની ઘટનાઓ સામે આવી હતી. હવે તેમાં જુનાગઢ જીલ્લાનો પણ ઉમેરો થયો છે. જુનાગઢ ના માંગરોળમાં ભાજપમાં ભડકો થયો છે.ભાજપ પ્રમુખ રામજીભાઈ ચુડાસમા એ ભાજપ સાથે છેડો ફાડયો છે અને પોતાના 500 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપને અલવિદા કરી દીધું છે.

mangrol bjp વધુ એક જિલ્લામાં ભાજપમાં ભડકો, ટિકિટ કપાઈ જતા બે નેતાઓએ 500 કાર્યકર્તાઓ સાથે અલવિદા કર્યું

Election / સુરતમાં AAPએ ફ્રુટની લારીવાળાના પુત્રને બનાવ્યો મુખ્ય ઉમેદવાર

આ ઉપરાંત અન્ય એક કિસ્સામાં અપક્ષ ઉમેદવાર તરીકે શીલ જિલ્લા પંચાયતમાં પોતાના પત્નીની ઉમેદવારી નોંધાવી છે. ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટની ફાળવણીને લઈને કાર્યકરો નારાજ હતા. તો બીજી તરફ સ્થાનિક ભાજપના જૂના કાર્યકરોની અવગણના કરી હોવાનો આક્ષેપ પણ લગાવ્યા છે.

with wife વધુ એક જિલ્લામાં ભાજપમાં ભડકો, ટિકિટ કપાઈ જતા બે નેતાઓએ 500 કાર્યકર્તાઓ સાથે અલવિદા કર્યું

Political / મોદી અને શાહ મારા સારા મિત્ર, ભાજપમાં જોડાતા મને કોઈ રોકી ન શકે : દિનેશ ત્રિવેદી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…