Not Set/ મંતવ્ય ન્યુઝનો પર્દાફાશ: હેઝાર્ડાસ વેસ્ટનો ધૂમાડો ઉડાડતી ટ્રક, સદભાગ્યે દુર્ઘટના ઘટી, GPCBની મિલીભગત કે આંખમિચામણા?

ભરૂચ, ભરૂચ-દહેજ રોડ પર સેરપુરા ગામે ગત રાત્રે 11 વાગ્યાના સુમારે એક ટ્રક માંથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોઈ અને એ ધુમાડાથી સ્થાનિકોને ખાસી જેવી સમસ્યા ઉભી થતા સ્થાનિકો દ્વારા મંતવ્ય ન્યુઝને જાણ કરવામાં આવી હતી, મંતવ્ય ન્યુઝની ટીમે સ્થળ ઉપર પહોંચતા વાત અતિગંભીર જણાતા ભરૂચ GPCB ના રિઝનલ ઓફિસર વ્યાસ સાથે મંતવ્ય ન્યુઝ દ્વારા […]

Top Stories Gujarat Videos
mantavya 108 મંતવ્ય ન્યુઝનો પર્દાફાશ: હેઝાર્ડાસ વેસ્ટનો ધૂમાડો ઉડાડતી ટ્રક, સદભાગ્યે દુર્ઘટના ઘટી, GPCBની મિલીભગત કે આંખમિચામણા?

ભરૂચ,

ભરૂચ-દહેજ રોડ પર સેરપુરા ગામે ગત રાત્રે 11 વાગ્યાના સુમારે એક ટ્રક માંથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોઈ અને એ ધુમાડાથી સ્થાનિકોને ખાસી જેવી સમસ્યા ઉભી થતા સ્થાનિકો દ્વારા મંતવ્ય ન્યુઝને જાણ કરવામાં આવી હતી, મંતવ્ય ન્યુઝની ટીમે સ્થળ ઉપર પહોંચતા વાત અતિગંભીર જણાતા ભરૂચ GPCB ના રિઝનલ ઓફિસર વ્યાસ સાથે મંતવ્ય ન્યુઝ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

ધુમાડા ઊડતી ટ્રક ના વિડિઓ અને ડોક્યુમેન્ટ માંગતા GPCB ને મોકલવામાં આવ્યા હતા ત્યારે વ્યાસ સાહેબ ના કેહવા પ્રમાણે ડોક્યુમેન્ટ બરાબર છે પરંતુ આ ઉડતું કેમિકલ ઝોખમી છે એમ જણાવ્યું હતું અને અમે GPCB મારફતે એ કંપની ને નોટિસ મોકલીશું એમ જણાવ્યું હતું.

પરંતુ અમે વધુ કાર્યવાહી માટે અમે વ્યાસ સાહેબ ને બોલાવવામાં આવે એ પહેલાં તેઓ એ એમનો ફોન સ્વીચઓફ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, હેઝાર્ડાસ નામનું આ કેમિકલ દહેજ ની હિમાની કંપની માંથી અંકલેશ્વરની બેલ કંપની માં લઇ જવાતું હતું,પરંતુ આટલા ઝેરી કેમિકલ ને આ રીતે ખુલ્લો ધુમાડા ઉદાડતો લઇ જવો એ ખતરનાક હોવા જેવી ગંભીર બાબત છતાં પણ GPCB ના રિઝનલ ઓફિસર દ્વારા ફોન બંધ કરી દેવાતા લોકો વચ્ચે તર્ક વિતર્ક સર્જાયા હતા.

છેલ્લે મંતવ્ય ન્યુઝ દ્વારા ભરૂચ ના A ડિવિઝન પોલીસ સ્ટેશન ને જાણ કરાતાં તેઓ એ ટ્રક ની તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી GPCB ના આવવાથી ટ્રક ને જવા દીધી હતી…