ગુજરાત/ રાજકોટની સ્કૂલો ફરી વિવાદમાં, બકરી ઈદના દિવસે પણ ચાલુ રાખતા સર્જાયો વિવાદ

રાજકોટની શાળાઓ ફરી વિવાદમાં સપડાઈ. શહેરની શાળાઓ બકરી ઈદના દિવસે પણ ચાલુ રાખતા વિવાદ સર્જાયો.

Top Stories Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 06 17T134347.515 રાજકોટની સ્કૂલો ફરી વિવાદમાં, બકરી ઈદના દિવસે પણ ચાલુ રાખતા સર્જાયો વિવાદ

Rajkot News : રાજકોટની શાળાઓ ફરી વિવાદમાં સપડાઈ. શહેરની શાળાઓ બકરી ઈદના દિવસે પણ ચાલુ રાખતા વિવાદ સર્જાયો. શહેરની કે.જી. ધોળકિયા શાળા બકરી ઈદના દિવસે પણ ચાલુ રાખતા વાલીઓ સહિત રાજકીય પાર્ટીએ હોબાળો મચાવ્યો હતો. નોંધનીય છે કે બકરી ઇદ તહેવાર નિમિત્તે સરકારી જાહેર રજા હોય છે. ત્યારે આવા તહેવારમાં રજા ના આપવાના પગલે રાજકોટની અનેક શાળાઓ સામે વિરોધ ઉઠ્યો હતો.

તહેવાર નિમિત્તે રજા આપવના બદલે શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી. જેના કારણે વાલીઓ નારાજ થયા હતા. આવી શાળાઓ સામે રાજકીય પાર્ટીઓએ વિરોધના સૂર ઉઠાવ્યા હતા. કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓ સ્કૂલ બંધ કરાવવા પહોચતા મોટો ઉહાપોહ મચ્યો. બકરી ઇદના તહેવારના રજા રહેતી હોય છે ત્યારે રજાના દિવસે સ્કૂલ ચાલુ રાખવાના કારણે વિવાદ સર્જાયો. કોંગ્રેસ પક્ષના નેતાઓ સ્કૂલ બંધ કરાવા સુત્રોચાર કરવાલ લાગ્યા. જ્યારે વાલીઓએ રજાને લઈને શાળા મેનેજમેન્ટ સામે વાંધો ઉપાડ્યો હતો.

જણાવી દઈએ કે રાજકોટની કે.જી. ધોળકિયા સ્કૂલ અગાઉ પણ વિવાદમાં જોવા મળી હતી. આ શાળા અગાઉ CBSE કોર્ષ અને માન્યતાને લઈને વિવાદમાં સપડાઈ હતી. એવું કહેવાતું હતું કે શાળાએ સીબીએસઈનું એફિલિએશન એટલે કે જોડાણ ના મેળવ્યું હોવા છતાં સીબીએસઈના ક્લાસ ચલાવવામાં આવતા હતા. જે ગેરકાયદે કૃત્ય કહેવાય છે. જો કે, ધોળકિયા સ્કૂલના સંચાલકોએ પોતાની પાસે સીબીએસઇનું જોડાણ હોવાનો દાવો કરી રહ્યા હતા. હવે ફરી શહેરની કે.જી.ધોળકિયા સ્કુલ બકરી ઇદ તહેવાર પર રજા ના આપવાને લઈને વિવાદનો સામનો કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો: કેબિનેટ મિનિસ્ટર પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ