Not Set/ શાળાની પ્રવાસી બસને નડ્યો અકસ્માત, શાળાના પટાવાળાનું મોત

અમીરગઢ, અમીરગઢ તાલુકાના ડાભેલી ગામ નજીક ગાયને બચાવવા જતી એક ટ્રાવેલ્સ બસ ઝાડ સાથે ટકરાઈ હતી.. આ બનાવમાં સ્કૂલના પટાવાળાનું મોત થયું હતું..જ્યારે બાળકો અને અન્ય સ્ટાફનો આબાદ બચાવ થયો હતો.પોલીસ અને લોકોના ટોળે ટોળા સ્થળ પર દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જ્ઞાન મંદિર હાઈસ્કૂલના અંદાજે 40 જેટલા બાળકોને લઈને અંબાજી માતા રાણીના દર્શને […]

Top Stories Gujarat
mantavya 114 શાળાની પ્રવાસી બસને નડ્યો અકસ્માત, શાળાના પટાવાળાનું મોત

અમીરગઢ,

અમીરગઢ તાલુકાના ડાભેલી ગામ નજીક ગાયને બચાવવા જતી એક ટ્રાવેલ્સ બસ ઝાડ સાથે ટકરાઈ હતી.. આ બનાવમાં સ્કૂલના પટાવાળાનું મોત થયું હતું..જ્યારે બાળકો અને અન્ય સ્ટાફનો આબાદ બચાવ થયો હતો.પોલીસ અને લોકોના ટોળે ટોળા સ્થળ પર દોડી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જ્ઞાન મંદિર હાઈસ્કૂલના અંદાજે 40 જેટલા બાળકોને લઈને અંબાજી માતા રાણીના દર્શને ટ્રાવેલ્સ બસ જતી હતી. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

mantavya 115 શાળાની પ્રવાસી બસને નડ્યો અકસ્માત, શાળાના પટાવાળાનું મોત

મળતી માહિતી મુજબ કે, આજે સવારે પાટણ જ્ઞાન મંદિર હાઈસ્કૂલના અંદાજે 40 જેટલા બાળકોને  લઈને અંબાજી માતા રાણીના દર્શને ટ્રાવેલ્સ બસ નંબર GJ 14 V5055 જઈ રહી હતી અને અમીરગઢ તાલુકાના ડાભેલી ગામ નજીકથી પસાર થઈ રહી હતી.

mantavya 116 શાળાની પ્રવાસી બસને નડ્યો અકસ્માત, શાળાના પટાવાળાનું મોત

તે સમય અચાનક રોડ વચ્ચે ગાય આવી જતા તેમજ ગાય ને બચાવવા જતા બસ ડ્રાયવરે સ્ટેરીગ પર નું કાબુ ગુમાવતા બસ ઝાડ સાથે જઇ ને ટકરાઈ હતી. જેમાં બસમાં સવાર દિપક કુમાર ભોગી ભાઈ પ્રજાપતિ ઉ.વ 40 નું બસ અને ઝાડ વચ્ચે ફસાઈ જતા મોત થયું હતું.

mantavya 117 શાળાની પ્રવાસી બસને નડ્યો અકસ્માત, શાળાના પટાવાળાનું મોત

આ ઘટનાની જાણ થતાં લોકો સહિત 108ના પાઇલોટ અરવિંદ ભાઈ, ઇએમટી ભાવિન ભાઈ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી..