BJP Junagadh/ જુનાગઢ: ભાજપમાં યોજાયો ભરતીમેળો, માણાવદરના પૂર્વ ધારાસભ્ય સહિત 400 કોંગ્રેસ કાર્યકરો જોડાયા ભાજપમાં

જૂનાગઢ: ભાજપમાં ભરતીમેળામાં વધુ એક કોંગ્રેસ નેતા સામેલ થયા. માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કહેવાતા દિગ્ગજ નેતા અરવિંદ લાડાણી વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 03 14T172424.227 જુનાગઢ: ભાજપમાં યોજાયો ભરતીમેળો, માણાવદરના પૂર્વ ધારાસભ્ય સહિત 400 કોંગ્રેસ કાર્યકરો જોડાયા ભાજપમાં

જૂનાગઢ: ભાજપમાં ભરતીમેળામાં વધુ એક કોંગ્રેસ નેતા સામેલ થયા. માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કહેવાતા દિગ્ગજ નેતા અરવિંદ લાડાણી વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. સી.આર પાટીલના હસ્તે અરવિંદ લાડાણીએ ભાજપનો ખેસ ધારણ કર્યો. ભાજપ અરવિંદ લાડાણીના આગમનને લઈને વંથલી માર્કેટિંગ યાર્ડમાં ભવ્ય કાર્યકર્તા સંમેલન યોજાયું. આ સંમેલનમાં 400થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા.

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ પક્ષમાં વિરોધ પક્ષના દિગ્ગજ નેતાઓનું એક પછી એક આગમન થઈ રહ્યું છે. અરવિંદ લાડાણી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના કદાવર નેતા માનવામાં આવે છે. કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતા 2022માં ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા. ખેડૂત પુત્ર અરવિંદ લાડાણી 35 વર્ષથી રાજનીતિમાં છે. કોંગ્રેસના કદાવર નેતા તરીકે ત્રણ ટર્મ સુધી તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂકયા છે. છેલ્લા દિવસોમાં અર્જુન મોઢવડિયા, મહેશ વસાવા, સી.જે.ચાવડા, ચિરાગ પટેલ, ભૂપત ભાયાણી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં સામેલ થયા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ UGC/યુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ સુરત/પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…

આ પણ વાંચોઃ accident case/અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે મહિલાનું મોત, વસ્ત્રાલ અને શિવરંજની પાસે અકસ્માતની ઘટના બની