રાજકોટ/ કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો, ડબ્બે કેટલા રૂપિયાનો થયો વધારો?

રાજકોટમાં કપાસિયા તેલમાં ફરી ડબ્બે 15 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલનો ડબ્બો 2215 રૂપિયાનો થયો છ. તો સીંગતેલ 2300ની સપાટી કુદાવ્યા બાદ ભાવ સ્થિર થયા છે.

Gujarat Rajkot
રાજકોટ

કપાસિયા તેલમાં ભાવ વધારો
ફરી ડબ્બે 15 રૂપિયાનો ભાવવધારો
કપાસિયા તેલનો ડબ્બો 2215 થયો
સિંગતેલના ભાવ 2300 પર સ્થિર થયા

રાજકોટમાં કપાસિયા તેલમાં ફરી ડબ્બે 15 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલનો ડબ્બો 2215 રૂપિયાનો થયો છ. તો સીંગતેલ 2300ની સપાટી કુદાવ્યા બાદ ભાવ સ્થિર થયા છે. નોંધનીય છે કે, નવેમ્બર માસમાં કેન્દ્રે ખાદ્યતેલની બેઝિક ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો હતો. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ તેલ પરનો કૃષિ સેસ ક્રૂડ પામ ઓઈલ માટે 20% થી ઘટાડીને 7.5% અને ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ માટે 5% કરવામાં આવ્યો છે. RBD પામોલીન ઓઈલ, રિફાઈન્ડ સોયાબીન અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ પરની મૂળભૂત ડ્યુટી વર્તમાન 32.5% થી ઘટાડીને 17.5% કરવામાં આવી છે.

આ પણ વાંચો: ફરી ખુલ્યા અંબાજી મંદિરના દ્વાર, દર્શને જતાં પહેલાં જાણી લો નિયમો…

ઘટાડા પહેલા, તમામ પ્રકારના ક્રૂડ ખાદ્ય તેલ પર કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ 20% હતો. ઘટાડા પછી, ક્રૂડ પામ ઓઈલ પર અસરકારક ડ્યુટી 8.25%, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પર 5.5% હશે. ખાદ્ય તેલના ભાવને નિયંત્રિત કરવા માટે સરકારે પામ તેલ, સૂર્યમુખી તેલ અને સોયાબીન તેલ પરની આયાત જકાતને તર્કસંગત બનાવી છે, NCDEX પર સરસવના તેલના વાયદાના વેપારને સ્થગિત કરવામાં આવ્યા છે અને સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે, તેમ સરકારે વધુમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો: ભરૂચના શેરપુરા પાસે બસે ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત, લોકોએ બસને સળગાવી

આ પણ વાંચો:મૌલાના કમરગાની ઉસ્માની યુવકોને આ રીતે હુમલો કરવા ઉશ્કેરતો હતો… ATSનો મોટો ખુલાસો