રાજ્યમાં દિવાળીનો તહેવાર પૂર્ણ થઇ ગયો છે અને ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યમાં સવારે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં સવારથી ઠંડીનો ચમકારો સ્થાનિકો અનુભવી રહ્યા છે. અહી મોર્નિંગ વોર્ક માટે નીકળતા લોકો જેકેટ પહેરીને નીકળતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો – મલાલાના નિકાહ / નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઈએ બ્રિટનમાં કર્યા નિકાહ, સામે આવી તસવીરો
ગાંધીનગર ઉપરાંત રાજ્યમાં વિવિધ સ્થળોએ સવારમાં અને સાંજનાં સમયે આહલાદક ઠંડકનો અનુભવ થવા લાગ્યો છે. આ પહેલા ઓક્ટોબરનાં અંતમાં દિવસે ગરમી અને રાતે ઠંડી એમ બેવડી સીઝનનો અનુભવ થઇ રહ્યો હતો. જો કે હવે દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ ઓછુ થઇ ગયુ છે. જણાવી દઇએ કે, અરબી સમુદ્રમાં સર્જાયાલે ડિપ્રેશનને લીધે રાજ્યમાં આાગામી 24 કલાક વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ તો રાજ્યનાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાશે. તો અમદાવાદ સહિત રાજ્યનાં અલગ-અલગ વિસ્તારોમાં 24 કલાક બાદ ઠંડીમાં વધારો થવાની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હાલ હવામાનશાસ્ત્રીઓ શિયાળાની શરૂઆતમાં જ વધારે પડતી ઠંડી પડવાની આગાહીઓ કરી રહ્યા છે અને સાથે જ લોકોને સાવચેત પણ કરી રહ્યા છે કે, તે આવનાર સમયમા ભયંકર ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહે.
આ પણ વાંચો – ટાર્ગેટ કિલિંગ / કાશ્મીરમાં આતંકવાદીઓએ ટાર્ગેટ કિલિંગમાં એક વર્ષમાં આટલા નાગરિકોની કરી હત્યા…
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં પલટો આવતા હવે શિયાળો ખરા અર્થમાં શરૂ થયો હોય તેમ દેખાઇ રહ્યુ છે. જો કે આજે પણ બપોરે ગરમી પરંતુ મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જણાવી દઇએ કે, ગાંધીનગરમાં ઠંડીનો પારો 16.5 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો વલસાડમાં પણ ઠંડીનો પારો 16.5 ડિગ્રી સુધી પહોંચ્યો છે. કંડલા એયરપોર્ટ અને અમરેલીમાં ઠંડીનો પારો 17.4 ડિગ્રી, ડિસામાં ઠંડીનો પારો 16.8 ડિગ્રી, વડોદરામાં ઠંડીનો પારો 18 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો કેશોદમાં ઠંડીનો પારો 17.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અમદાવાદમાં ઠંડીનો પારો 18 ડિગ્રી, વલ્લભવિદ્યા નગરમાં ઠંડીનો પારો 18.1 ડિગ્રી, ભૂજમાં ઠંડીનો પારો 19.4 ડિગ્રી, સુરેંદ્રનગરમાં ઠંડીનો પારો 19.4 ડિગ્રી, તો પોરબંદરમાં ઠંડીનો પારો 22.5 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…