Not Set/ બિજનૌર: પેટ્રો કેમિકલ ફેક્ટરીમાં મિથેન ટેન્ક બ્લાસ્ટ થતાં 6 કર્મચારીઓનાં મોત, 8 ઘાયલ

બિજનૌર, યૂપીનાં બિજનૌર જિલ્લાની એક પેટ્રો કેમીકલ ફેક્ટરીમાં વહેલી સવારે બ્લાસ્ટ થવાથી ભારે જાનહાની થઇ છે. આ પેટ્રો કેમિકલ કંપનીનું બિજનૌર-મોહિત પેટ્રો કેમિકલ કંપની છે. આપને જણાવી દઈએ કે મિથેન ગેસનાં ટેન્કનાં કારણે વિસ્ફોટ થવાથી ફેક્ટરીનાં કર્મચારીઓમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં 6 કર્મચારીઓનાં કરુણ મોત નિપજ્યા છે, એવી માહિતીઓ મળી રહી છે. […]

Top Stories India
ddkfjjhsdkjfhklsjfhklsjdhsdf બિજનૌર: પેટ્રો કેમિકલ ફેક્ટરીમાં મિથેન ટેન્ક બ્લાસ્ટ થતાં 6 કર્મચારીઓનાં મોત, 8 ઘાયલ

બિજનૌર,

યૂપીનાં બિજનૌર જિલ્લાની એક પેટ્રો કેમીકલ ફેક્ટરીમાં વહેલી સવારે બ્લાસ્ટ થવાથી ભારે જાનહાની થઇ છે. આ પેટ્રો કેમિકલ કંપનીનું બિજનૌર-મોહિત પેટ્રો કેમિકલ કંપની છે. આપને જણાવી દઈએ કે મિથેન ગેસનાં ટેન્કનાં કારણે વિસ્ફોટ થવાથી ફેક્ટરીનાં કર્મચારીઓમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં 6 કર્મચારીઓનાં કરુણ મોત નિપજ્યા છે, એવી માહિતીઓ મળી રહી છે.

પેટ્રો કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતા ફાયર વિભાગની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 8 લોકો ઘાયલ થયા છે, જયારે 6 લોકોનાં મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસની કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. જેણે ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતા.

મૃતકોની ઓળખાણ બાલ ગોવિંદ, રવિ, લોકિેન્દ્ર, કમલવુર, વિક્રાંત અને ચિત્તમ, ઓળખી કાઢવામાં આવ્યા છે. જેમની ઉંમર 25 થી 20 વર્ષની ઓળખાઈ રહી છે.

હાલ ઘટના સ્થળે ફસાયેલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે. જયારે ઈજાગ્રસ્ત ફેક્ટરી કર્મચારીઓની સારવાર હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહી છે.