Not Set/ Video : ભાજપનાં નેતાની ગુંડાગર્દી એકવાર ફરી ઉજાગર, એમપીમાં બેટ કાંડ બાદ હવે વિકેટકાંડ

મધ્ય પ્રદેશમાં હજુ ઈંદોરનગર નિગમ કર્મચારી પર ભાજપ નેતા કૈલાશ વિજય વર્ગીયનાં દિકરા અને ધારાસભ્ય આકાશ વીજયવર્ગીયનું બેટ કાંડ હજુ ઠંડુ પડ્યુ નથી અને ભાજપનાં એક અન્ય નેતાએ એક અધિકારીને ઢોર માર માર્યો હોવાની ઘટના બનવા પામી છે. ઘટના સતનાનાં રામનગરની છે, જ્યા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને ગંભીર હાલતમાં સારવાર અર્થે રીવાનાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા […]

Top Stories India
11 7 4767822 m Video : ભાજપનાં નેતાની ગુંડાગર્દી એકવાર ફરી ઉજાગર, એમપીમાં બેટ કાંડ બાદ હવે વિકેટકાંડ

મધ્ય પ્રદેશમાં હજુ ઈંદોરનગર નિગમ કર્મચારી પર ભાજપ નેતા કૈલાશ વિજય વર્ગીયનાં દિકરા અને ધારાસભ્ય આકાશ વીજયવર્ગીયનું બેટ કાંડ હજુ ઠંડુ પડ્યુ નથી અને ભાજપનાં એક અન્ય નેતાએ એક અધિકારીને ઢોર માર માર્યો હોવાની ઘટના બનવા પામી છે. ઘટના સતનાનાં રામનગરની છે, જ્યા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને ગંભીર હાલતમાં સારવાર અર્થે રીવાનાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ મામલામાં બચાવ કરવા વચ્ચે આવેલા 10થી વધુ કાઉન્સિલર પણ આ મારા મારીનો શિકાર બની ગયા હતા. જમા ત્રણ મહિલા કાઉન્સિલર પણ છે. સરેઆમ મારા મારી પાછળનું કારણે જાણી આપ પણ ચોંકી જશો.

quint hindi 2019 06 8870b9f2 7d85 4711 84d9 e5d14dea4ba2 CMO Video : ભાજપનાં નેતાની ગુંડાગર્દી એકવાર ફરી ઉજાગર, એમપીમાં બેટ કાંડ બાદ હવે વિકેટકાંડ

ઘટના સતનાનાં રામનગરની છે, જ્યા સીએમઓની ભૂલ માત્ર એટલી કે તેમણે અધ્યક્ષનાં કરોડોનાં ઘોટાળાની ફરિયાદ કરી હતી અને અધ્યક્ષ હવે લગભગ આઠ કરોડનાં ઘોટાળા મામલે જામીન પર છે. રામનગર પરિષદમાં ગઈ કાલે સાંજે હડકંપ મચી ગયો હતો. જ્યારે અચાનક રામસુશીલ પટેલ અને તેમના ઘણા સમર્થકોએ સીએમઓ દેવ રત્ન સોનીનાં ચેમ્બરમાં ઘુસીને મન ભરાય નહી ત્યા સુધી મારા મારી કરી. આ દરમિયાન પરિષદમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. બચાવ માટે વચ્ચે પડેલા ઘણા ઠેકેદારો અને 10થી વધુ કાઉન્સિલર પણ ઘાયલ થઇ ગયા હતા. આ સમગ્ર વિવાદ પરિષદની બેઠક પહેલા જ શરૂ થઇ ગયો હતો. બેઠકમાં પહેલાથી જ પ્રધાનમંત્રી આવાસ ઘોટાળાની તપાસનો મુદ્દો ગરમાયો હતો, જેમા અધ્યક્ષ પર કપટની તપાસ ચાલી રહી હતી.

https://twitter.com/Anurag_Dwary/status/1144632650616856576

શુક્રવારે રામનગર પરિષદમાં પીઆઈસીની બેઠક થાય તે પહેલા અધ્યક્ષ રામ સુશીલ પટેલે પોતાના સમર્થકોની સાથે સીએમઓ પર હુમલો કરી દીધો. ઘટના પર સીએમઓએ આરોપ લગાવ્યો છે કે, અધ્યક્ષ પોતાની વિરુદ્ધ મામલાને ઉજાગર થવાથી નારાજ હતા. પરિષદની બેઠકમાં વિવાદની જાણકારી થાના પ્રભારીને આપી દેવામાં આવી હતી પરંતુ પોલીસ 2 કલાક બાદ પહોચી. મળી રહેલી માહિતી અનુસાર રામસુશીલ પટેલ પર આઈપીસની કલમ 353,332,294,506B/34ને આધારે તેમની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.