Mobile ban/ ચાલુ ક્લાસે મોબાઈલનો ઉપયોગ કરનારા શિક્ષકો ચેતી જજો, DEO કરશે કડક કાર્યવાહી

અમદાવાદની બધી શૈક્ષણિક સંસ્થા માટે મોબાઇલને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણની કથળેલી હાલત અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓમાં ભણતર પરના ફોકસના અભાવના લીધે શાળાઓમાં મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદઃ અમદાવાદની બધી શૈક્ષણિક સંસ્થા મોબાઈલ (Mobile) માટે મોબાઇલને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણની કથળેલી હાલત અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓમાં ભણતર પરના ફોકસના અભાવના લીધે શાળાઓમાં મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે મોબાઇલની લતનો વ્યાપ કેટલો છે. વિદ્યાર્થીઓ તો ઠીક શિક્ષકો પણ તેમાથી બાકાત રહ્યા નથી. મોબાઇલ પર ગેમ રમવાનું દૂષણ બહુ ફૂલ્યુફાલ્યું છે.

ગુજરાતમાં ઉત્તરોતર નીચે જતાં શિક્ષણના સ્તરના Mobile ban લીધે શિક્ષણ જગતની ચિંતામાં વધારો થયો છે. તેમા પણ મોબાઇલ ઉપયોગી બનવાના બદલે દૂરુપયોગી બનવા લાગ્યો છે. મોબાઇલનો સદુપયોગ કરવાના લીધે શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોબાઇલમાં જ રચ્યાપચ્યા રહે છે. ફક્ત વિદ્યાર્થીઓ જ નહી શિક્ષકો પણ અભ્યાસના સમય દરમિયાન મોબાઇલમાં રચ્યાપચ્યા રહેતા હોવાનું જાણમાં આવ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (ડીઇઓ)એ આ આદેશ જારી કર્યો છે. મોબાઇલના લીધે શિક્ષણની કથળેલી હાલત જોતા આગામી સમયમાં આ પ્રકારનો નિયમ રાજ્યના દરેક જિલ્લામાં પણ લાગુ પડી શકે. આ નિર્ણય  અમદાવાદની તમામ શૈક્ષણિક સંસ્થા લાગૂ પડશે.

આ નિયમ મુજબ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઇલના Mobile ban વપરાશ પર પ્રતિબંધ લગાવવા આવ્યો છે. જો શૈક્ષણિક  કાર્ય દરમિયાન શિક્ષકો મોબાઈલ ઉપયોગ કરતા જણાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલમાં પ્રવેશતાની સાથે જ આચાર્ય પાસે મોબાઇલ  જમા કરાવવાનો રહેશે. રિશેષ દરમિયાન જ મોબાઇલનો  ઉપયોગ કરી શકાશે. ફરજ દરમિયાન મોબાઇલનો ઉપયોગ કરતા ઝડપાશે તો દંડનીય કાર્યવાહી થશે. આ નિયમનું વ્યવસ્થિત પાલન કરવા માટે આચાર્યને મોબાઇલ રજીસ્ટર બનાવવા પણ સૂચના આપવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ Immunity/ તમારી ઇમ્યુનિટીની દુશ્મન છે આ વસ્તુઓ, શરીરને બનાવે છે ખૂબ જ નબળુ, આજે જ છોડો

આ પણ વાંચોઃ Brain Function Struggle After Covid/ 2 વર્ષ પછી પણ શરીરમાંથી કોરોના નથી થયો ખતમ, દર્દીઓ હજુ પણ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે

આ પણ વાંચોઃ World Breastfeeding Week 2023/  આ વિશેષ સપ્તાહનું વિશેષ મહત્વ, ઇતિહાસ, થીમ અને જાણો ઘણું બધું…

આ પણ વાંચોઃ World’s Fattest Kids/ વિશ્વના સૌથી જાડા બાળકો થઇ ગયા છે મોટા, કેટલાકનું વજન 594 કિગ્રા તો કેટલાક 444 કિગ્રા

આ પણ વાંચોઃ World Breastfeeding Week 2023/  આ વિશેષ સપ્તાહનું વિશેષ મહત્વ, ઇતિહાસ, થીમ અને જાણો ઘણું બધું…