બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે વડોદરાના મહેમાન બન્યા છે. બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા વડોદરાના દીર્ઘદ્રષ્ટા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની યાદમાં 2013માં સયાજી રત્ન એવોર્ડ ની શરૂઆત કરવામાં આવી હતી.

વડોદરાના રાજપરિવાર દ્વારા બિગ બિનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે, બપોરનું ભોજન અમિતાભ બચ્ચને વડોદરાના રાજ પરિવાર સાથે લીધું હતું.

ઉલ્લેખનીય છે કે, બિગ બી 32 વર્ષ પહેલા પણ વડોદરાના મહેમાન બની ચૂક્યા છે. બિગ બી નવલખી ખાતે 2.30 થી 3.45 દરમ્યાન એવોર્ડ સેરેમનીમાં ભાગ લેશે

અમિતાભ બચ્ચન આજે બપોરે 1 વાગ્યે વડોદરા એરપોર્ટ આવી પહોંચ્યા હતા. અને ત્યારબાદ લક્ષ્મી વિલાસ પેલેસની ખાસ મુલાકાત લઇને ત્યાં જ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ સાથે બપોરનું ભોજન લીધું હતું.

2013માં પ્રથમવાર નારાયણ મૂર્તિને, 2015માં રતન ટાટાને અને હવે 2018માં અમિતાભ બચ્ચનને સયાજી રત્ન એવોર્ડ આપવામાં આવશે.
