નવી દિલ્લી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હાલમાં જ હુમલો થયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ હુમલો મરચાના પાઉડરથી કરવામાં આવ્યો છે. આરોપીની ઓળખાણ અનિલ કુમાર તરીકે થઇ છે. હાલ તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હીના સચિવાલયમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો બપોરે બે વાગ્યે જયારે તેઓ લંચ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે થયો હતો.
CM કેજરીવાલ પર થયેલા હુમલા અંગે આપે ભાજપ પર હુમલો બોલ્યો છે.
આપ નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું, લોકોમાં સંદેશો આવી રહ્યો છે કે, જો તમે આપના નેતાઓ પર હુમલો કર્યો તો તમારું કઈ બગડશે નહિ. કેન્દ્ર સરકાર તમામ રીતે મદદ કરશે અને તેઓને સજા પણ મળશે નહિ.
નાથુરામ ગોડસેનું ઉદાહરણ આપતા વધુમાં તેમને જણાવ્યું, આ પ્રકારનો સંદેશો આજે પણ આપવામાં આવી રહ્યો છે કે, જો તમે નેતાઓ પર હુમલો કરશો તો કઈ પણ થશે નહિ.
તેમને કહ્યું, અમને ખાતરી છે કે આ હુમલાના તાર ભાજપ સાથે જોડાયેલા છે. સમગ્ર મામલો પહેલેથી નક્કી હતો અને મોદી પ્રશાસન કેજરીવાલ પર હુમલો કરનારને પૂરી રીતે મદદ કરી રહી છે. આ મુખ્યમંત્રીની હત્યા કરવાનો પ્રયાસ છે. આજે આ અમારી સાથે થઇ રહ્યું છે, કાલે બીજા પક્ષો સાથે પણ થશે.
