Ahmedabad News/ 1.19 કરોડના સીમ સ્વેપ ફ્રોડના કેસમાં ICICI Bank અને વોડાફોન આઈડિયા લિમીટેડ કંપનીને દંડ ફટકારાયો

ICICI Bankને 10 લાખ પેનલ્ટી તથા 1.5 કરોડ વળતર તરીકે અને વોડાફોન આઈડિયા લિમીટેડ કંપનીને 5 લાખ ચુકવવા આદેશ

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : રૂ.1,19,37,000ના સીમ સ્વેપ ફ્રોડ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે છ આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી છે.આ બનાવની વિગત મુજબ ફરિયાદીની કંપનીના હિસાબી શાખાના ઈમેલ આઈડી પરથી સીમકાર્ડ બદલવા માટેની રિકવેસ્ટ મોકલવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદીની કંપનીના બેન્ક એકાઉન્ટ ICICI Bank ખાતામાંથી રૂ.1,19,37,000નું સીમ સ્વેપ કરી છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે સાયબર ક્રાઈમ ખાતે ફરિયાદ નોંધાઈ હતી.

આ કેસમાં પોલીસે તપાસ કરીને બેન્ક એકાઉન્ટ ધારક, સીમકાર્ડ તથા એકાઉન્ટ પ્રોવાઈડર તથા વોડાફોન સ્ટોર મેનેજર સહિત છ આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી હતી.
બાદમાં પકડાયેલા ારોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એકત્ર કરાયેલા પુરાવાને આધારે ફરિયાદીને એજ્યુડિકેટીંગ ઓફિસર અને પ્રિન્સિપાલ સેક્રેટરી સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ. સચિવાલય ગાંધીનગર ખાતે નુકશાનીનું વળતર મેળવવા સમજ આપવામાં આવી હતી.

જેમાં ફરિયાદીએ વખતો વખત હાજર રહી પુરાવા રજૂ કર્યા હતા.જેને આધારે સીમ સ્વેપના આ ગુનામાં ICICI Bank તથા વોડાફોન આઈડિયા લિમીટેડ કંપનીનો ઈન્ટરમિડીયેટ રોલ નક્કી કરીને એજ્યુડિકેટીંગ ઓફિસર અને પ્રિન્સિપાલ સેક્રેટરી સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટે 31.7.2025ના રોજ ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

જેમાં ICICI Bank એ રૂ.10,00,000 પેનલ્ટી તરીકે તથા રૂ.1,05,00,000 વળતર તરીકે તથા વોડાફોન આઈડીયા કંપનીને પેનલ્ટી રૂપે પાંચ લાખ રૂપિયા ફરિયાદીને આદેશ તારીખથી છ અઠવાડિયામાં ચુકવવા તેમજ ICICI Bank અને મેસર્સ વોટાફોન આઈડિયા લિમીટેડ બન્ને છ મહિનાની અંદર આંતરિક ખામીઓની તપાસની વ્યવસ્થા અમલમાં મુકવા નિર્દેશ કરતો હુકમ કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: Bhavnagar News/મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી વધારાશે

આ પણ વાંચો: Bhavnagar News/કોન્ટ્રાક્ટના બિલોની મંજુરી માટે 65 હજારની લાંચ લેતા ભાવનગરનો આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીક એન્જિનિયર ઝડપાયો

આ પણ વાંચો: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્ક ભરતી કૌભાંડ મુદ્દો ગરમાયો, બેન્ક ડિરેક્ટર અને કર્મચારીઓ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ