અમદાવાદ,
પોતાને મળેલા ખાતાઓથી નારાજ થયેલાં ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આખરે પોતાનું મૌન તોડ્યું હતું. બે દિવસના હાઇપોલીટીકલ ડ્રામા બાદ શનિવારે નીતિન પટેલે મીડીયા સાથે ઔપચારિક વાત કરતાં જણાવ્યું હતું કે, મેં મારી વાત હાઇકમાન્ડ સુધી પહોંચાડી છે અને હાઇકમાન્ડ આ મામલે ગંભીર છે. વાત ખાતાની નથી સન્માનની છે.
નીતિન પટેલે એમ પણ કહ્યું હતું કે, 10 ધારાસભ્યોને લઇને હું રાજીનામું આપવાનો છું, એ વાત ખોટી છે.
નીતિન ભાઇ જણાવ્યું હતું કે ,આ મામલો અંતરિક છે. તેમાં મહેસાણા બંધનું એલાન યોગ્ય નથી.
