સંજય રાઉતે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચેનાં 50-50 ફોર્મ્યુલા પર ચાલી રહેલી ચર્ચા વિચારણ વચ્ચે એનસીપીનાં પ્રમુખ શરદ પવારની સાથે મુલાકાત કરી હતી. આ બેઠકનાં ઘણા રાજકીય અર્થ કાઠવામાં આવી રહ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, બેઠક બાદ સંજય રાઉતે કહ્યું કે હું એનસીપીનાં પ્રમુખ શરદ પવારને દિવાળીની શુભેચ્છા પાઠવવા આવ્યો છું. આ સિવાય અમે મહારાષ્ટ્રનાં રાજકારણની પણ ચર્ચા કરી હતી. આ પહેલા એકનાથ શિંદે અને આદિત્ય ઠાકરેની આગેવાની હેઠળ શિવસેનાનાં તમામ ધારાસભ્યો રાજ્યપાલને મળવા રાજભવન ગયા હતા. જોકે, બેઠક બાદ આદિત્ય ઠાકરેએ સરકારની રચના અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.
આદિત્ય ઠાકરેએ કહ્યું, ‘અમે રાજ્યપાલને તાજેતરનાં વરસાદનાં કારણે ભારે નુકસાન વેઠનારા ખેડૂતો અને માછીમારોને સહાયતા આપવા વિનંતી કરી હતી. તેમણે અમને ખાતરી આપી છે કે તે આ અંગે પોતે કેન્દ્ર સાથે વાત કરશે. આ સિવાય જ્યારે આદિત્યને સરકારની રચના અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે ‘હું સરકારની રચના વિશે વાત કરીશ નહીં. ઉદ્ધવજીએ જે કાંઈ કહ્યું છે, જે કહેવાનું છે તે જ કહી દેશે. તેમના શબ્દો અંતિમ છે.
શિવસેનાની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અમારુ સંખ્યા બળ સારુ છે અને અમને સીએમ પદ પર પણ અધિકાર છે અને અમારી જીદ પણ. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પદ હંમેશાં કોઈ એક માટે હોતું નથી. બાલાસાહેબ ઠાકરેએ જેને જે વચન આપ્યું હતું તેનું પાલન કર્યું હતુ. આપણે સત્તાનાં ભૂખ્યા નથી, પરંતુ ભાજપ સાથે જે વાત થઇ છે તેનું પાલન થવું જોઈએ. અહી તેઓ સ્પષ્ટ કહેવા માંગે છે કે ચૂંટણી પહેલા શિવસેના અને ભાજપ વચ્ચે સીએમ પદ કોણ સંભાળશે તે વિશે ચર્ચાઓ થઇ ચુકી છે.
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 બેઠકો છે અને બહુમતીનો આંકડો 145 છે. ભાજપ પાસે 105 બેઠકો, શિવસેના પાસે 56 બેઠકો, એનસીપી પાસે 54 અને કોંગ્રેસ પાસે 44 બેઠકો છે. નાના પક્ષોએ બાકીની 13 બેઠકો પર અને 12 પર અપક્ષોએ જીત મેળવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
