Not Set/ નીતિન પટેલ માની ગયા,ઓફિસનો ચાર્જ સંભાળ્યો

ગાંધીનગર, રાજ્યની રૂપાણી સરકારના નારાજ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આખરે માની ગયા છે. પોતાને સોંપાયેલા ખાતાઓને લઇને નારાજ થયેલા નીતિન પટેલે રવિવારે ઓફિસનો ચાર્જ સંભાળ્યો હતો. નીતિન પટેલ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-1 પર પહોંચ્યા હતા અને પોતાની ઓફિસમાં ઉમિયા માતાની પુજા કરી ચાર્જ સંભાળ્યો હતો. ઓફિસ સંભાળતા પહેલાં નીતિન પટેલે મીડીયાને સંબોધતા કહ્યું કે પક્ષના […]

Top Stories

ગાંધીનગર,

રાજ્યની રૂપાણી સરકારના નારાજ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આખરે માની ગયા છે. પોતાને સોંપાયેલા ખાતાઓને લઇને નારાજ થયેલા નીતિન પટેલે રવિવારે ઓફિસનો ચાર્જ સંભાળ્યો હતો. નીતિન પટેલ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-1 પર પહોંચ્યા હતા અને પોતાની ઓફિસમાં ઉમિયા માતાની પુજા કરી ચાર્જ સંભાળ્યો હતો.

ઓફિસ સંભાળતા પહેલાં નીતિન પટેલે મીડીયાને સંબોધતા કહ્યું કે પક્ષના પ્રમુખ અમિત શાહ સાથે વાત થઇ છે અને ખાતાની સોંપણી અંગે તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે.

અગાઉની સરકારમાં નીતિન પટેલ નાણાં ખાતું સંભાળતા હતા અને નવી સરકારમાં આ ખાતુ છીનવાઇ જતાં તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે હવે નીતિન પટેલે સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કે તેમને નાણાં ખાતું ફરી પાછુ મળશે.

નીતિન પટેલે જણાવ્યું હતુ કે, સિનિયર અને અનુભવી મંત્રી તરીકે મને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે મેં ખાતાની ફાળવણી અંગેની મારી લાગણી મોવડીમંડળ સમક્ષ રજૂ કરી હતી.આજે સવારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ફોન કરી જાણ કરી કે, તેમને શોભે તેવું ખાતું સોંપવાની વાત જણાવી હતી. હવે હું મારો મંત્રી તરીકેનો ચાર્જ સંભાળવાનું છે. આજે રાજ્યપાલશ્રીને મુખ્યમંત્રી મારા ખાતા અંગેનો પત્ર સોંપશે.