Ahmedabad News/ EDનો સપાટો : અમદાવાદ, મુંબઈ અને સુરતમાં દરોડા, 100 કરોડની સાયબર છેતરપિંડીનો આરોપ

ગુજરાત પોલીસે મકબુલ ડોક્ટર, કાશિફ ડોક્ટર, બસમ ડોક્ટર, મહેશ મફતલાલ દેસાઈ અને માઝ અબ્દુલ રહીમ નડા સહિત અન્ય વિરૂદ્ધ સાયબર ફ્રોડની PMLA ફરિયાદ નોંધી હતી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ગુજરાતમાં સાયબર ફ્રોડના ગુનાનું પ્રમાણ ખૂબ વદી રહ્યું છે. બીજીતરફ ED (એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા સાયબર છેતરપિંડી દ્વારા લોકો સાથે 100 કરોડથી વધુની ઠગાઈ મામલે ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા પાડ્યા હતા.  જેમાં ઈડીની અમદાવાદ ઝોનલ ઓફિસે આજે વહેલી સવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સાયબર ક્રાઈમના આરોપસર અમદાવાદ અને સુરતમાં જુદી જુદી વ્યક્તિઓની ઓફિસ-નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતાં.

આ સિવાય મહારાષ્ટ્રના મુંબઈમાં પણ ઈડીએ કાયદેસરની કાર્યવાહી કરી હોવાના અહેવાલ છે.ગુજરાત પોલીસે મકબુલ ડોક્ટર, કાશિફ ડોક્ટર, બસમ ડોક્ટર, મહેશ મફતલાલ દેસાઈ અને માઝ અબ્દુલ રહીમ નડા સહિત અન્ય વિરૂદ્ધ સાયબર ફ્રોડની PMLA ફરિયાદ નોંધી હતી. જેના આધારે ઈડીએ દરોડા પાડ્યા હતાં.

અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, USDT ટ્રેડિંગ, ડિજિટલ અરેસ્ટ, કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી બનાવટી નોટિસ જેવી છેતરપિંડી આચરી લોકો પાસેથી રૂ. 100 કરોડથી વધુ પડાવ્યા હોવાનો આરોપ છે. સાયબર ફ્રોડના આરોપીઓએ ડમી કેવાયસી ડોક્યુમેન્ટના આધારે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતાં. લોકો સાથે છેતરપિંડી કરી આ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતાં. બાદમાં હવાલા અને આંગડિયા મારફત આ ગેરકાયદે ફંડને ક્રિપ્ટો કરન્સીમાં તબદીલ કરાવ્યું હતું. જેના માટે તેઓએ વિદેશ રૂ. 100 કરોડથી વધુનું ફંડ મોકલ્યું હોવાની આશંકા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વડનગરમાં જે સ્કૂલમાં શાળાકીય શિક્ષણ મેળવ્યું હતુ તે સ્કૂલ પરિસરમાં નિર્માણ પામેલી પ્રેરણા સ્કૂલની મુલાકાત લેતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો: કાલથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના શાળાકીય શિક્ષણનો શુભારંભ, 865 શાળાઓ સજ્જ

આ પણ વાંચો: શિક્ષણ વિભાગ દ્વારા નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર પૂરક, પ્રિલિમ અને વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર પાંચ જૂનથી શાળાઓનું પ્રથમ સત્ર શરૂ થશે નવા શૈક્ષણિક કેલેન્ડર